ગુજરાતચૂંટણી 2022

કેબિનેટ મંત્રી મૂળુ બેરાએ પ્રવાસન મંત્રી તરીકેનો કાર્યભાર સાંભળ્યો,જાણો શું કહ્યું

Text To Speech

ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ નવી ટીમના મંત્રીઓએ રાજ્યનો કાર્યભાર સંભાળી લીધો છે ત્યારે આજે ગુજરાત વિધાનસભાના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ પણ ચાર્જ સાંભળ્યો છે કેશુભાઈ પટેલની સરકારમાં મહેસુલ અને સમાજ કલ્યાણ વિભાગના મંત્રી રહી ચૂકેલા મૂળુભાઈ બેરાએ આજે ચાર્જ સંભાળ્યો છે.

મુળુભાઈ બેરાએ ખંભાળિયા બેઠક પરથી જીત મેળવી 

રાજ્યના કેબિનેટ કક્ષાના મંત્રી મૂળુભાઈ બેરાએ આજે ચાર્જ સાંભળ્યો છે. મૂળુભાઈ બેરાને પ્રવાસન, વન અને પર્યાવરણ વિભાગની મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. મુળુભાઈ બેરા ખંભાળિયા વિધાનસભા સીટ પરથી કોંગ્રેસના વિક્રમ માડમ અને આપ પાર્ટીના મુખ્યમંત્રીના ઉમેદવાર ઇસુદાન ગઢવીને હરાવીને વિજેતા બન્યા હતા.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સતત બીજીવાર રાજ્યનું જનસેવા દાયિત્વ સંભાળ્યું

પ્રવાસન, સાંસ્કૃતિક તેમજ વન પર્યાવરણ ખાતુ સોંપવામાં આવ્યુ

ગઈ કાલે મળેલી કેબીનેટ બેઠકમાં મુલુભાઈ બેરાને પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણની વિભાગની જવાબદારી સોંપી છે. આજે મુલુભાઈ બેરાએ પોતાની ચેમ્બરમાં પૂજા અર્ચના કરીને વિધિવત રીતે ચાર્જ સાંભળ્યો હતો. આ અંગે મૂળુભાઈ બેરાએ આજે ચાર્જ સંભાળતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે મહત્વની જવાબદારી સોંપી છે. મને જે વિભાગો સોંપવામાં તે વિભાગમાં ભાજપ સરકારમાં ખૂબ વિકાસ થયો છે. પ્રવાસન વિભાગ અને વન વિભાગના કામોનું રીવ્યુ કરીને સમજીશું. ત્યાર બાદ ગુજરાતની વિકાસ યાત્રાને આગળ ધપાવતા કામોને હાથ ધરવામાં આવશે. તમામ વિભાગના અધિકારી સાથે રીવ્યુ કરીને યોજના તથા કામો વિશે જાણકારી મેળવવામાં આવશે

અગાઉ બે વાર રાજ્ય કક્ષાના મંત્રી રહી ચુક્યા છે

મૂળુભાઈ બેરા અગાઉ કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. પ્રથમ વાર તેમને સમાજ કલ્યાણ, નશાબંધી વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યાર બાદ બીજી વાર મહેસુલ વિભાગની જવાબદારી સોંપવામાં આવી હતી.

Back to top button