ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાતમાં વૃદ્ધો અને નાની ઉંમરના વ્યક્તિને ATM સેન્ટરમાં ટાર્ગેટ કરતા આરોપીઓ ઝડપાયા

Text To Speech

ગુજરાતમાં વૃદ્ધો અને નાની ઉંમરના વ્યક્તિને ATM સેન્ટરમાં ટાર્ગેટ કરતા આરોપીઓ ઝડપાયા છે. જેમાં ATM સેન્ટર પર છેતરપિંડી કરી નાણા ઉપાડનાર દિલ્હીના 3 લોકો ઝડપાયા છે.  પાદરા તાલુકાના હરણમાળ ગામના વૃદ્ધને છેતરી ATM કાર્ડ બદલ્યું હતું. તથા વૃદ્ધો અને નાની ઉંમરના વ્યક્તિને ટાર્ગેટ કરવાની આરોપીઓની મોડ્સ ઓપરેન્ડી હતી. જેમાં પાદરા પોલીસે દિલ્હીની નોઈડા ગેંગના ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 3 કલાક વરસાદની આગાહી, જાણો કયા પડશે માવઠુ

વૃદ્ધનું સાચું એટીએમ કાર્ડ લઈ આરોપી ફરાર

ગત બીજા મહિનાની સાતમી તારીખે પાદરા તાલુકાના હરણમાળ ગામ પાસે વૃદ્ધને છેતરપિંડી કરી રૂા.2,54,000 રૂપિયા આરોપીઓએ ઉપાડી લીધા હતા. વૃદ્ધને પૈસાની જરૂર હતી તેઓ પોતાના એટીએમકાર્ડ લઈને એટીએમમાં ગયા હતા. જ્યાંથી તેઓએ પોતાના પૈસા ઉપાડયા હતા. જ્યાં એક યુવક મોઢા પર રૂમાલ બાંધીને તૈયાર હતો. પોતે રૂપિયા ઉપાડવા આવ્યો હોય તે પ્રકારનો દેખાવ કરતો હતો. વૃદ્ધ પોતે જ્યારે પૈસા ઉપાડીને એટીએમમાંથી બહાર નીકળતા હતા. તે સમય દરમિયાન આરોપીએ વૃદ્ધને કહ્યું હતું કે તમારું એટીએમ કાર્ડ બદલાઈ ગયું છે અને વૃદ્ધને ખોટું એટીએમ કાર્ડ આપી વૃદ્ધનું સાચું એટીએમ કાર્ડ લઈ આરોપી ફરાર થઈ ગયા હતા.

પાદરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી થયા હોવાની ફરિયાદ નોંધાવી

ત્યારબાદ આરોપીએ વડોદરા જિલ્લાના અલગ અલગ એટીએમમાંથી રૂા.2,54,000 વૃદ્ધના એકાઉન્ટમાંથી ઉપાડી લીધા હતા જે ઘટનાની જાણ વૃદ્ધને થતા તેઓએ પાદરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી થયા હોવાની ફરિયાદ નોંધાવી હતી. પાદરા પોલીસે દિલ્હીની નોઈડા ગેંગના ત્રણ આરોપીની ધરપકડ કરી છે અંકિતકુમારસિંહ ચૌધરી, સાગર ઉફ્રે અંકુર, જીતેન્દ્ર ઉફ્રે જીતુ ત્રણે આરોપી મૂડ બુદ્ધનગર, ઉત્તર પ્રદેશ રાજ્યના હોવાનું બહાર આવ્યું છે.

પિન નંબર જાણી કાર્ડ બદલી નાખતા

દિલ્હીમાં પણ આરોપીઓ સામે અનેક ગુના નોંધાયા હોવાનું બહાર આવ્યું છે પોલીસના જણાવ્યા અનુસાર, આ ટોળકીની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની છે કે, તે એકાંતવાળા વિસ્તારોમાં એકલા વૃદ્ધ અને નાની ઉંમરના વ્યક્તિઓને ટાર્ગેટ કરી તેમના એટીએમકાર્ડ દ્વારા રૂપિયા કાઢવાની મદદ કરી તેમજ તેમનો પિન નંબર જાણી કાર્ડ બદલી નાખી તેજ ATM કાર્ડનો બીજે ઉપયોગ કરી રૂપિયા ઉપાડી અને તેજ ATM કાર્ડ બીજાનેઆપી દઈ બીજાસાથે બીજા ગુનાને અંજામ આપતાં હોવાનું બહાર આવ્યું છે.

Back to top button