ગોધરામાં જ્યાં શિક્ષક લાખો રૂપિયા લઈને NEETનું પેપર સોલ્વ કરવાના હતા, જાણો ત્યાં કેટલા વિધાર્થીઓ પાસ થયા

ગોધરા, 20 જુલાઇ: NEET વિવાદ કેસમાં સુપ્રીમ કોર્ટના આદેશ પછી, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET ઉમેદવારોના કેન્દ્ર અને શહેર મુજબના માર્કસ જાહેર કર્યા છે. ઉમેદવારો NTA NEET UG ની અધિકૃત વેબસાઇટ https://exams.nta.ac.in/NEET/ ની મુલાકાત લઈને તેમના ગુણ ચકાસી શકે છે. આ તપાસવા માટે, તમારે વેબસાઈટના હોમપેજ પર આપેલ ‘NEET (UG) RESULT 2024 CITY/CENTRE WISE’ લિંક પર ક્લિક કરવાનું રહેશે. જાહેર કરાયેલા માર્કસ મુજબ, ગોધરામાં વિવાદાસ્પદ જય જલારામ સ્કૂલ, પરવાડી ગોધરા પરીક્ષા કેન્દ્ર ખાતે 181 ઉમેદવારોએ NEET પરીક્ષામાં ક્વોલિફાય કર્યું છે.
NEET UG પરીક્ષામાં ગેરરીતિનો સૌથી ચર્ચિત કિસ્સો જય જલારામ સ્કૂલ, પરવડી ગોધરા, ગુજરાતનો છે. ગોધરા NEET પરીક્ષામાં હેરાફેરી કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી (CBI) એ શાળાના આચાર્ય પુરુષોત્તમ શર્મા અને શિક્ષક તુષાર ભટ્ટ સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ભૌતિકશાસ્ત્રના શિક્ષક તુષાર ભટ્ટને NEET-UG પરીક્ષા કેન્દ્રમાં ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ બનાવવામાં આવ્યા હતા. જે વિદ્યાર્થીઓનું સેટિંગ હતું તેઓને બને તેટલું પેપર સોલ્વ કરવાનું કહેવામાં આવ્યું હતું અને બાકીનું પેપર સંપૂર્ણ રીતે સોલ્વ કરવાની જવાબદારી શિક્ષક તુષાર ભટ્ટની હતી.
પરવાડીની જય જલારામ સ્કૂલના પરીક્ષા કેન્દ્રમાં શું થયું?
ગોધરામાં છેતરપિંડીના આરોપો બાદ ગુજરાત પોલીસે શાળાના શિક્ષકો સાથે સંકળાયેલા તુષાર ભટ્ટ, રોય, પુરુષોત્તમ શર્મા, એજ્યુકેશન કન્સલ્ટન્ટ વિભોર આનંદ અને મધ્યસ્થી આરીફ વોહરાના નામ સામેલ કર્યા છે. રોય સિવાય સીબીઆઈએ ચારેય આરોપીઓના રિમાન્ડ મેળવ્યા હતા. શિક્ષક તુષાર ભટ્ટ પેપર સોલ્વ કરવાના હતા. જે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર સોંપવામાં આવ્યા હતા તેઓને OMR શીટમાં બને તેટલા સર્કલ ભરવાનું કહેવામાં આવ્યું હતું, બાકીનું પેપર તુષાર ભટ્ટે સોલ્વ કરવાનું હતું.
દરમિયાન તેમની કારમાંથી 7 લાખ રૂપિયા રોકડા પણ મળી આવ્યા હતા. 5 મેના રોજ પોલીસને શિક્ષક તુષાર ભટ્ટના મોબાઈલ ફોન પરથી 16 ઉમેદવારોના નામ, રોલ નંબર અને તેમના પરીક્ષા કેન્દ્રોની યાદી મળી હતી.
જય જલારામ શાળા, પરવાડી ગોધરા કેન્દ્રનું NEET પરિણામ
આ વિવાદિત પરીક્ષા કેન્દ્રનો કોડ 220502 છે. NTA દ્વારા જાહેર કરાયેલા ડેટા અનુસાર, કુલ 648 ઉમેદવારોએ આ પરીક્ષા કેન્દ્ર પર 5 મેના રોજ અંડરગ્રેજ્યુએટ મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે NEET UG 2024ની પરીક્ષા આપી હતી. તેમાંથી 181* વિદ્યાર્થીઓએ NEET UG પરીક્ષામાં લાયકાત મેળવી છે. આ વર્ષે જનરલ કેટેગરીના પાસિંગ માર્કસ 164 છે.
આ પરીક્ષા કેન્દ્રમાં ટોપ સ્કોર 720માંથી 600 માર્ક્સ રહ્યો છે, એક વિદ્યાર્થીએ સૌથી વધુ 600 માર્ક્સ મેળવ્યા છે, જ્યારે 7 વિદ્યાર્થીઓએ 500 કે 500થી વધુ માર્ક્સ મેળવ્યા છે. 648 આ પરીક્ષા કેન્દ્ર પર સરેરાશ ગુણ 200 આસપાસ છે. સૌથી ઓછો -12 રહ્યો છે. ત્રણ વિદ્યાર્થીઓનું પરિણામ -3, -5 અને -12 આવ્યું છે.
NEET UGના માર્કસ કેવી રીતે ચેક કરવા
પગલું 1: સૌ પ્રથમ NEET UG ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
પગલું 2: હોમપેજ પર ‘NEET (UG) પરિણામ 2024 સિટી/સેન્ટર વાઇઝ’ લિંક પર ક્લિક કરો.
પગલું 3: અહીં તમારું શહેર અને નગર દાખલ કરો જ્યાં તમે NEET UG 2024 ની પરીક્ષા આપી હતી.
પગલું 4: સ્ક્રીન પર PGF ખુલશે, કેન્દ્રનું કોડ-નામ, વિદ્યાર્થીઓનો સીરીયલ નંબર અને ગુણ તપાસો.
પગલું 5: PDF ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો અને વધુ સંદર્ભ માટે તેને તમારી પાસે રાખો.
આ પણ વાંચોઃગુજરાતમાં ચાંદીપુરા વાયરસના 33 શંકાસ્પદ કેસ, કુલ 16 મૃત્યુ નોંધાયા, CMએ બેઠક યોજી