અમદાવાદગુજરાતટોપ ન્યૂઝ

સચિવાલય પાસે એક યુવક આપઘાત કરવા ઝાડ પર ચઢ્યો, ફાયર વિભાગની ટીમે નીચે ઉતાર્યો

Text To Speech

ગાંધીનગર, 22 ફેબ્રુઆરી 2024, શહેરમાં આજે સવારે એક યુવક આપઘાત કરવા માટે સચિવાલયના ગેટ પાસેના એક વૃક્ષ પર ચઢી ગયો હતો. આ યુવકને જોતાં જ લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. આ યુવક કયા કારણે વૃક્ષ પર ચઢી ગયો છે તેની વધુ તપાસ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Hum Dekhenge News (@humdekhenge_news)

પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ
પ્રાપ્ત વિગતો પ્રમાણે આજે સવારે સવારે 10 વાગ્યાની આસપાસ એક યુવક ગાંધીનગરમાં સચિવાલયના ગેટ નંબર એક પાસેના ઝાડ પર ચઢી ગયો હતો. તેણે ત્યાં ફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો. યુવક ઝાડ પર ચઢ્યો હોવાની ઘટના વાયુવેગે શહેરમાં પ્રસરી ગઈ હતી. ઝાડ પાસે લોકોના ટોળા ભેગા થયા હતાં. પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમને આ ઘટનાની જાણ કરતાં તાત્કાલિક પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

આ યુવક વલસાડનો હોવાનુ જાણવા મળ્યું છે
યુવક ઝાડની ટોચ પર પહોંચી ગયો હોવાથી તેને નીચે ઉતારવો મોટો પડકાર હતો. પરંતુ ફાયરવિભાગની ટીમે ભારે જહેમત બાદ યુવકને નીચે ઉતાર્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં આ યુવક વલસાડનો હોવાનુ જાણવા મળ્યું છે. જમીન બાબતે કોઈ માથાકૂટ ચાલતી હોવાથી તે ઝાડ પર આપઘાત કરવા માટે ચઢી ગયો હોવાનુ પોલીસને જાણવા મળ્યું છે.

આ પણ વાંચોઃઅમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં 10 પ્લોટની ઈ-ઓક્શનથી હરાજી

Back to top button