અમદાવાદગુજરાત

ગાંધીનગરમાં જરૂરિયાતમંદોને મળશે માત્ર 10 રૂપિયામાં ભોજન

Text To Speech
  • ગાંધીનગરમાં જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેકટર-6 માં પેટ્રોલપંપ નજીક ભોજન પ્રસાદ સેવા શરૂ કરાઈ, દરરોજ સવારે ૧૧:૩૦ થી ૧:૩૦ સુધી મળશે ભોજન.

ગાંધીનગરમાં હવે જરૂરતમંદ ભૂખ્યા લોકોને નિયમીત પણે ગરમ અને પૌષ્ટીક ભોજન સેવા માત્ર દસ અને વીસ રૂપીયાના નજીવા દરે મળતી થઇ છે. સમાજ સેવી સંસ્થા જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેકટર-6 માં પેટ્રોલ પંપ સામે અપના બજાર નજીકના મેદાનમાં આ ભોજન પ્રસાદ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભોજન પ્રસાદ સેવા-HDNEWS

  • છેલ્લા ત્રણ વર્ષથી અમદાવાદમાં જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આ સેવા ચાલી રહી છે.

જીવન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ શહેરના ગોતા, સુભાષબ્રીજ, દૂધેશ્વર અને ઇન્કમટેક્ષ ખાતે જીવન પ્રસાદ ઘર છેલ્લા ત્રણ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહી છે. અહીં દરરોજ અંદાજે બે હજારથી વધુ લોકો આ ભોજન પ્રસાદ સેવાનો લાભ મેળવે છે અને ભોજન તૈયાર કરવામાં 30 થી વધુ બહેનોને રોજગારી મળે છે.

ભોજન પ્રસાદ સેવા-HDNEWS

  • આ ભોજન પ્રસાદ સેવાની ખાસ વિશેષતા એ છે કે અહિ ભોજન લેવા આવનાર વ્યક્તિને પાર્સલ સેવા તથા પોતાનુ ટિફિન લાવે તો ટિફિનમાં પણ ભોજન ભરી આપવામાં આવે છે.

જીવન ચેરીટેબલ ટ્રસ્ટે આ સેવાનો લાભ લેવા જરૂરતમંદ લોકોને અપિલ કરી છે અને સેવા આપવા ઇચ્છુક સ્વયં સેવક, દાતાઓને આ સેવા કાર્યમાં જોડાવા અનુરોધ પણ કર્યો છે.

વધુ વિગતો માટે નિલેશ જાની નો 7575065555 ઉપર સંપર્ક સાધી શકાય છે.

આ પણ વાંચો: ગૂજરાત વિદ્યાપીઠમાં રાજ્યપાલનું 1800 વિદ્યાર્થી સાથે સ્વચ્છતા અભિયાન

Back to top button