ગુજરાતમધ્ય ગુજરાત
ગાંધીનગરમાં સવારે ચ-૦થી ઘ-૦ તરફ જતા રસ્તા ઉપર મસમોટો ભૂવો પડ્યો, રજા હોવાથી અવરજવર ઓછી


ગાંધીનગરઃ અમદાવાદમાં તો અવારનવાર રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે હવે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ ભૂવા બનવાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગાંધીનગરમાં સવારે ચ-૦ થી ઘ-૦ તરફ જતા રસ્તા ઉપર મોટો ભૂવો પડ્યો છે. જેને કારણે વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, આજે બીજો શનિવાર હોવાથી ગાંધીનગરમાં મોટેભાગે રજા જેવો માહોલ હોય છે. ત્યારે લોકોની અવરજવર ઓછી હોવાથી રાહત છે.
ઉલ્લેખનીય છે કે, વારંવાર રસ્તામાં પડતા ભૂવા સરકાર અને તંત્રની પોલ ખૂલ્લી કરે છે. ઘણી જગ્યાએ તો રસ્તાઓ પર મસમોટા ભ્રષ્ટાચારના ભૂવા પડ્યાં છે. છતાંય સરકારના પેટનું પાણીય હલતું નથી.