ઉત્તર ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગરમાં હથિયારો ભરેલી બિનવારસી કાર મળી આવતા પોલીસ દોડતી થઈ

Text To Speech

ગુજરાતના પાટનગર ગાંધીનગરમાંથી એક બિનવારસી કારમાંથી દેશી બનાવટના હથિયાર મળી આવતા ગાંધીનગર પોલીસ દોડતી થઈ છે. સમગ્ર મામલે ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસે તપાસ હાથ ધરી છે. ગાંધીનગર સરગાસણ વિસ્તારમાં સ્વાગત એફોર્ડ ફલેટના બેઝમેન્ટમાં સોસાયટીના ચેરમેનને શંકાસ્પદ કારમા બાર બોર રાઈફલ અને કાર્ટીઝ દેખાતા પોલીસને જાણ કરી હતી. આ કારમાંથી દેશી બનાવટના તમંચા, બાર બોર રાઈફલ, ખાલી કાર્ટીઝ, મેમરી કાર્ડ, પેન ડ્રાઇવ વગેરે મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી કારને બહાર કાઢી હતી. ગાંધીનગર એલસીબીની ટીમ પણ તપાસ માટે સ્વાગત એફોર્ડ ફલેટમાં પહોંચી છે.

આ પણ વાંચો : 40 હજાર મહિલાઓ ગાયબ થયાના મામલે ગુજરાત પોલીસે ટ્વિટ કરી આપી માહિતી, જાણો શું કહ્યું ?
કાર - Humdekhengenewsમળતી માહિતી અનુસાર ગાંધીનગરમાં સરગાસણ વિસ્તારમાં સ્વાગત એફોર્ડ ફલેટના બેઝમેન્ટમાં એક બિનવારસી કાર મળી આવી છે. આ કારમાં હથિયારો પણ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે હાલ કાર કબજે કરી કારની વિગતો અને કારણો માલિક કોણ છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. હથિયારો ભરેલી કાર મળી આવતા પોલીસ પણ દોડતી થઈ છે. આટલા બધા હથિયારનો ઉપયોગ ક્યા થવાનો હતો અને ક્યાંથી આટલા બધા હથિયાર આવ્યા તે અંગે પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે. સોસાયટીમાં આ રીતે હથિયારો ભરેલી કાર મળી આવતા રહીશો પણ ડરી ગયા હતા. ત્યારે સમગ્ર મામલે પોલીસ દ્વારા હાલ કાર કબજે કરી તપાસ શરૂ કરી દીધી છે. ગાંધીનગરમાં આ રીતે બિનવારસી કારમાં હથિયાર મળી આવતા સમગ્ર ગાંધીનગરમાં હાલ લોકમુખે ચર્ચાનો વિષણ બનવા પામ્યો છે.

Back to top button