ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

માત્ર 34 વર્ષની ઉંમરના ગેબ્રિયલ એટ્ટે ફ્રાન્સમાં વડાપ્રધાનપદે નિયુક્ત

Text To Speech
  • ગેબ્રિયલ એટ્ટે ફ્રાન્સના સૌથી યુવા વડાપ્રધાન બન્યા

ફ્રાન્સ, 09 જાન્યુઆરી: ગેબ્રિયલ એટ્ટે ફ્રાન્સના સૌથી યુવા વડાપ્રધાન બન્યા છે. મળતી માહિતી અનુસાર ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને મંગળવારે ગેબ્રિયલ એટ્ટેને દેશના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા છે. કારણ કે તે ઉનાળામાં EU ચૂંટણી પહેલા એક નવો રસ્તો નક્કી કરવા માંગે છે. આ પહેલા એટ્ટે શિક્ષણ મંત્રી રહી ચૂક્યા છે. 34 વર્ષની ઉંમરે ગેબ્રિયલ એટ્ટે ફ્રાન્સના સૌથી યુવા વડાપ્રધાન છે.

અગાઉ આ કારણથી તેઓ ચર્ચામાં આવ્યા હતા

નોંધનીય છે કે ફ્રાન્સના પીએમ ગેબ્રિયલ એટ્ટે ફ્રાન્સના શિક્ષણ પ્રધાન તરીકે જ્યારે તેમણે જાહેરાત કરી હતી કે મુસ્લિમ મહિલાઓ અને છોકરીઓ દ્વારા પહેરવામાં આવતા વસ્ત્રો અબાયાને ફ્રાન્સની સરકારી શાળાઓમાં પ્રતિબંધિત કરવામાં આવશે ત્યારે પ્રથમ વખત તેઓ વિશ્વભરમાં હેડલાઇન્સ બન્યા હતા.

 

નવા પીએમ ગેબ્રિયલ એટ્ટે ફ્રેન્ચ રાજકારણના ઉભરતા સ્ટાર

અગાઉ, માત્ર 34 વર્ષની ઉંમરે એટ્ટે ફ્રાન્સના આધુનિક ઇતિહાસમાં સૌથી યુવા શિક્ષણ પ્રધાન બન્યા હતા અને હવે તેમને વડા પ્રધાન બનાવવામાં આવ્યા છે. તેમને ફ્રેન્ચ રાજકારણમાં ઉભરતા સ્ટાર ગણવામાં આવે છે. એટ્ટે તરત જ ફ્રાન્સની શિક્ષણ પ્રણાલી પર પોતાની છાપ પાડી અને અબાયા પ્રતિબંધની જાહેરાતના એક મહિના પહેલા જ તેમના પદ પર પ્રમોશન કર્યા પછી વિવાદમાં ફસાયા હતા.

એલિઝાબેથ બોર્ને પીએમ પદ પરથી રાજીનામું આપ્યું

આ પહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે ફ્રાન્સના વડાપ્રધાન એલિઝાબેથ બોર્ને પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીનામાનું કારણ નવા ઈમિગ્રેશન કાયદાને લઈને તાજેતરની રાજકીય ખેંચતાણ હોવાનું માનવામાં આવે છે. આ સાથે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન માટે આગામી દિવસોમાં નવી સરકારની નિમણૂક કરીને નવી ગતિ પ્રાપ્ત કરવાનો માર્ગ મોકળો થયો છે.

આ પણ વાંચો: નૂડલ્સ બનાવતાં બનાવતાં ઇલેક્ટ્રિક કાર બનાવવા લાગ્યા, પ્રેરણાદાયક છે આ સફર

Back to top button