ટ્રાવેલ

ફ્લાઈટમાં ફરી પેશાબ કાંડ : એક પેસેન્જરે તેના બાજુમાં બેઠેલાં પ્રવાસી પર કર્યો પેશાબ, જાણો પછી શું થયું

ફ્લાઈટમાં ફરી એકવાર પેશાબ કાંડ થયો છે, અમેરિકન એરલાઇન્સમાં નશામાં ધૂત પેસેન્જરે તેના જ મિત્ર પર પેશાબ કર્યો. પેસેન્જરે આ ગંદા કૃત્ય માટે માફી માંગી. પીડિત મુસાફરે તેની સામે કેસ દાખલ કરવાનો ઇનકાર કર્યો કારણ કે તેનાથી તેની કારકિર્દી બગાડી શકે છે. જોકે, એરલાઈને તેને ગંભીરતાથી લીધી અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરી. ATCએ CISFના જવાનોને એલર્ટ કર્યા, જેમણે આરોપી મુસાફરને દિલ્હી પોલીસને સોંપી દીધો. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટના AA292 અમેરિકન એરલાઈન્સની ફ્લાઈટની જણાય છે.

ફ્લાઇટ શુક્રવારે (3 માર્ચ) રાત્રે 9:16 વાગ્યે ન્યૂયોર્કથી ઉડાન ભરી હતી અને 14 કલાક 26 મિનિટ પછી શનિવારે (4 માર્ચ) રાત્રે 10:12 વાગ્યે દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. કથિત રીતે આરોપી અમેરિકાની એક યુનિવર્સિટીનો વિદ્યાર્થી છે અને તેણે નશાની હાલતમાં સૂતી વખતે પેશાબ કર્યો હતો. તેના કહેવા પ્રમાણે તેણે જાણી જોઈને આવું નથી કર્યું. તેનાથી ઊંઘમાં પેશાબ બહાર નીકળી ગયો અને સાથી મુસાફર પર પડ્યો, જેણે ક્રૂને ફરિયાદ કરી.

આ પણ વાંચો : એર ઈન્ડિયા પેશાબ કાંડ: શંકર મિશ્રા જેલમાંથી બહાર આવશે, 25 દિવસમાં મળ્યા જામીન

આરોપીએ માફી માંગી

સૂત્રોએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીએ આ માટે માફી માંગી હતી, ત્યારબાદ પીડિત મુસાફરે તેની સામે કેસ નોંધવાનો ઇનકાર કર્યો હતો, કારણ કે તેનાથી તેની કારકિર્દી બગડી શકે છે. જોકે, એરલાઈને આ બાબત ગંભીરતાથી લીધી અને ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને જાણ કરી. ATCએ CISFના જવાનોને એલર્ટ કર્યા, જેમણે આરોપી મુસાફરને દિલ્હી પોલીસને સોંપી દીધો.

આ પણ વાંચો : ‘પેશાબ કાંડ’ બાદ એર ઈન્ડિયાનું મોટું પગલું, હવે સોફ્ટવેર દ્વારા રાખશે નજર

અગાઉ પણ આવો કિસ્સો થયો હતો

ગયા વર્ષે 26 નવેમ્બરે ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં એક વૃદ્ધ મહિલા સહ-યાત્રીએ, શંકર મિશ્રા નામના નશામાં ધૂત પેસેન્જર પર પેશાબ કરવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ આ ઘટનાની માહિતી આપતાં મામલો ગરમાયો હતો. આ પછી, ઘટનાની તપાસ કરવાની સૂચના આપવામાં આવી હતી અને શંકર મિશ્રા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે જ્યારે આવો બીજો કિસ્સો સામે આવ્યો ત્યારે અમેરિકન એરલાઈન્સે આ કિસ્સાને ગંભીરતાથી લીધો.

Back to top button