ઉત્તર ગુજરાત

ડીસામાં બંગાળી કારીગરોએ આબેહૂબ મહાકાળીની મુર્તિ બનાવી

Text To Speech

પાલનપુર : ડીસા શહેરના ગાંધીચોક વિસ્તારમાં ડીસામાં વસાહત કરતા બંગાળી ભાઈઓ દ્વારા દર વર્ષેની જેમ દિવાળીના દિવસે મહાકાળી મહોત્સવનાં મહાકાળીની મુર્તિ આબેહૂબ બનાવી સવાર-સાંજ તેની પૂજા અર્ચના કરી હતી. અહીંયા સોનીકામ સાથે જોડાયેલા બંગાળી ભાઈઓ દર વર્ષે સાથે મળીને નવરાત્રી બાદ દિવાળીના સમયમાં પૂજા કરતા હોય છે. ડીસા તેમજ આજુબાજુના ગામના લોકો ખરીદી કરવા આવતા લોકો આબેહૂબ મહાકાળીની મુર્તિના દર્શન કરવા લોકો ઉમટી પડયા હતા. આનંદભેર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચો : સાવરકુંડલામાં દિવાળીની અનોખી ઉજવણી, ઈંગોરીયાની લડાઈ જામે છે અહીં

Back to top button