ડીસામાં લઠ્ઠા કાંડનો વિરોધ, ‘આપ’ના કાર્યકરોએ રેલી યોજી સૂત્રોચાર પોકાર્યા
પાલનપુર: ગુજરાતમાં દારૂબંધીના મુદ્દે નિષ્ફળ ગયેલી વર્તમાન ભાજપ સરકારના વિરોધમાં ‘આપ’પાર્ટીએ ડીસા ખાતે ગુરુવારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લઠ્ઠાકાંડના વિરોધમાં ‘આપ’ના કાર્યકરો મોટી સંખ્યામાં સાઈબાબા મંદિર પાસે એકઠા થયા હતા. હાથમાં પ્લે કાર્ડ લઈને “ભાજપ સરકાર હાય…. હાય….”, “ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી…. નહીં… ચલેગી…” જેવા સૂત્રોચાર પોકારીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ત્યારબાદ સાઇબાબા મંદિરથી ડીસા નાયબ કલેકટરને આવેદનપત્ર આપવા માટે રેલી નીકળવામાં આવી હતી. અને કાર્યકરો કચેરીએ પહોંચ્યા હતા. આ રેલીમાં પણ ‘આપ’ના કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચાર પોકારતા હતા. જ્યારે કચેરીએ પહોંચીને નાયબ કલેકટર ની ચેમ્બર આગળ જ ‘આપ’ના કાર્યકરોએ બેસી જઈને ‘રામધૂન’ શરૂ કરી હતી. બરવાળામાં સર્જાયેલા લઠ્ઠાકાંડ અંગે બોલતા લોકસભા પ્રમુખ વિજય દવેએ જણાવ્યું હતું કે, લઠ્ઠા કાંડ રાજ્ય સરકારની નિષ્ફળતા છે. અમે મૃતકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. લઠ્ઠાકાંડનો ભોગ બનેલા પ્રત્યે કોઈ રાજકિયપક્ષોએ સંવેદના દર્શાવી નથી. તે દુઃખદ બાબત છે.અમે હત્યારાઓને ઘરે બેસાડીશું. આપના વિરોધ પ્રદર્શનને લઈને બગીચા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો