ગુજરાતહેલ્થ

ડીસામાં નાગરિકોને મેલેરિયાથી બચવા તકેદારી રાખવા સમજ અપાઈ

Text To Speech

પાલનપુર: ડીસાથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આરોગ્યની ટીમ દ્વારા મલેરિયાથી થતા રોગોને અટકાવવા માટે દરેક તાલુકામાં આરોગ્ય વિભાગની ટીમો બનાવી સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં ખાસ કરીને મલેરિયાથી થતા રોગને અટકાવવા હાલમાં આરોગ્ય વિભાગની ટીમ સતત લોકોના ઘરો સુધી પહોંચી તેમને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ત્યારે વરસાદી ઋતુમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગો ના થાય તેના ભાગ રૂપે લોકોને વિશેષ માહિતી આપીને માહિગાર કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સમજણ આપવામાં આવી હતી.


મચ્છરના ઉપદ્રવથી બચવા વર્ષાઋતુમાં પાત્રોમાં ભરાઈ રહેતા પાણીનો નિકાલ કરવો જરૂરી
ડીસાના તાલુકા હેલ્થ ઓફિસ ખાતે તમામ ડીસા મેડિકલ ઓફિસરની ટિમ સહિત લોકો દ્વારા વિવિધ મેલરીયા વિરોધી માસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં લોકોને આરોગ્ય વિભાગ દ્વારા તકેદારી રાખવાની સમજણ આપવામાં આવી હતી. તેમજ આગામી ચોમાસાને ધ્યાને રાખીને ધાબા અને મકાનની છત પર પડેલા સર સમાનમાં વરસાદી પાણી ભરાવાના કારણે લોકોને મચ્છરજન્ય રોગચાળા ના ફેલાય તેના માટે તમામ આવી વસ્તુમાં નિકાલ કરી દેવો તેમજ ભરાઈને રહેતા વરસાદી પાણીમાં ગપ્પી ફિશ, પોરા નિદર્શન અને તેના ઉપયોગ વિશે લોકોને માહિતગાર કરવામાં આવ્યાં હતા.

Back to top button