ડિસામાં સામૂહિક આપઘાતનો પ્રયાસ, એક જ પરિવારના 7 સભ્યોએ ઝેર ગટગટાવ્યું


બનાસકાંઠાના માલગઢ ગામમાં એક પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. ડીસામાં એક જ પરિવારના 7 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. હાલ દવા પીને આપઘાતનો પ્રયાસ કરનારા પરિવારને સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ડિસામાં સામૂહિક આપઘાતના પ્રયાસનો બનાવ
પ્રાપ્ત વિગતો મુજબ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ગામે એક પર પરિવારના 7 લોકોએ જંતુનાશક દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. માતા-પિતા અને બાળકો સહિત 7 લોકોએ કોઈ કારણસર એક સાથે દવા પી લેતા આખા ગામમાં ખળભળાટ મચી ગયો છે. આ પરિવારને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યા છે.
પોલીસે હાથ ધરી તપાસ
બીજી તરફ આ ઘટના અંગે જાણ થતા પોલીસની ટીમ પણ માલગઢ ખાતે દોડી આવી હતી અને પોલીસે આપઘાતના પ્રયાસ પાછળનું કારણ જાણવા માટે પૂછપરછ કરી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : ગુજરાત હાઇકોર્ટનાં નવા ચીફ જસ્ટિસ તરીકે સુનિતા અગ્રવાલની નિમણૂક