ગુજરાત

વલસાડ પાસે આવેલા દમણમાં શ્રમિક પતિને દારૂ પીવાના ના પડતી પત્નીની હત્યા કરી

Text To Speech

વલસાડઃ સંઘપ્રદેશ દમણના કડૈયા વિસ્તારમાં આવેલા ઈન્ટેક્ટ કંપનીના રૂમમાં છેલ્લા 4 વર્ષથી રામજીત નામનો વ્યક્તિ પોતાની પત્ની અને દિકરા દિકરીઓ સાથે રહેતો હતો. રામજીતને છેલ્લા ઘણાં સમયથી છૂટક કામકાજ કરવાની સાથે દારૂ પીવાની લતે ચઢી ગયો હતો અને કોઈને કોઈ વાતને લઈ વારંવાર પત્ની અને દીકરાઓ સાથે ઝઘડા કરતો હતો.

ત્યારે રવિવારની મોડી રાત્રે રામજીત પત્ની સુનિતા સાથે બહાર ફરવા અર્થે ગયો હતો. જ્યાં તેઓ મોડી રાત થયા બાદ પણ ઘરે પરત ન ફરતા ઘરમાં દિકરીઓ ચિંતાતુર થવા પામી હતી અને માતાની શોધખોળ આદરી હતી. ત્યારે ઈન્ટેક્ટ કંપની પાસેની એક અવાવરૂ જગ્યા પાસેની દિવાલને અડીને એક મહિલા સુતેલી જોવા મળી હતી. જ્યાં દિકરીએ ટોર્ચનો પ્રકાશ પાડતા તે અન્ય નહીં પણ તેની માતા સુનિતા જ હોવાનું ખુલ્યું હતું. જ્યાં તેણીના માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર માર માર્યો હોવાનું જણાતા આ કામ કોઈ અન્ય નહીં પણ પિતા રામજીતે જ કરી હોવાનું જણાતા દિકરીએ આ અંગે કડૈયા પોલીસને જાણ કરી હતી.

ઘટનાની જાણ પોલીસને થતાં જ પોલીસની એક ટીમ મોડી રાતે ઘટનાસ્થળે જઈ જરૂરી તપાસ કરી આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. 22 વર્ષના લગ્ન જીવનનો આખરે આ રીતે કરૂણ અંજામ આવતા હાલ 4 દિકરા-દિકરીઓ પરથી માતાનો છાયો છીનવાઈ ગયો છે. હાલ પોલીસ આરોપી પતિને પકડવાના ચક્રગતિમાન કર્યા છે.

Back to top button