આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

વિશ્વમાં ચાલુ વર્ષે 23154 કર્મચારીઓની છટણી, 2022-24 દરમિયાન છ લાખ લોકોએ રોજગારી ગુમાવી

Text To Speech

નવી દિલ્હી, 20 માર્ચઃ વિશ્વભરની ટેકનોલોજી કંપનીઓમાં છટણીનો દોર ચાલુ છે. આ કંપનીઓએ ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 23154 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી employees retrenched મુક્યા છે. છટણી કરવાના મુખ્ય કારણોમાં કંપનીઓની કમાણીમાં થયેલો ઘટાડો, ખર્ચમાં વધારો તેમજ મોટા પાયે આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સ (AI)ને ઝડપથી અપનાવવાનો સમાવેશ થાય છે.

people lost job during વિશ્વભરમાં કરવામાં આવતી છટણીઓ પર નજર રાખતી કંપની લેઓફ્સ ડોટ એફવાઇઆઇના અનુસાર ચાલુ વર્ષે છટણીની શરૂઆત 6 જાન્યુઆરીથી થઇ હતી, જ્યારે ઇઝરાયેલની કંપની સોલરએજએ 400 કર્મચારીઓને કાઢી મુક્યા હતા. ઓલા ઇલેક્ટ્રિક ભારતમાંથી 1,000 કર્ચમારીઓને કાઢી મુક્યા છે ત્યારે મેટાએ ચાલુ વર્ષે સૌથી વધુ 3,600 કર્મચારીઓને ઘરે બેસાડી દીધા હતા.

AI કરતાં વધુ સારું પ્રદર્શન કરવાનું દબાણ

AI અપનાવવાને કારણે કર્મચારીઓ પર વધુ સારું પ્રદર્શન કરવાનું દબાણ વધ્યું છે. મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે કર્મચારીઓને સંબોધીને લખેલી આંતરિક નોંધમાં જણાવ્યું હતું કે તેઓ પરફોર્મન્સ મેનેજમેન્ટનું સ્તર વધારવા માંગે છે. નિમ્ન પ્રદર્શન કરનારાઓને ઝડપથી બરતરફ કરવામાં આવશે અને તેમના સ્થાને નવા કર્મચારીઓ લેવામાં આવશે. તે જ સમયે, હેવલેટ પેકાર્ડ એન્ટરપ્રાઇઝ (HPE) એ જણાવ્યું હતું કે આ છટણી ખર્ચ ઘટાડવાની યોજનાના ભાગરૂપે કરવામાં આવી રહી છે. તેનાથી કંપનીને 350 મિલિયન ડોલરની બચત થશે.

કઇ કંપનીએ કેટલા કર્મચારીઓને પાણીચુ આપ્યુ

કંપની છટણીની સંખ્યા
મેટા 3,600
એચપીઇ 2,500
એચપી 2,000
વર્ક ડે 1,750
ઓટો ડેસ્ક 1,350
ઓલા ઇલેક્ટ્રિક 1,000
બ્લ્યુ ઓરિજીન 1,000
ક્રુઝ 1,000
સેલ્સફોર્સ 1,000

મોર્ગન સ્ટેન્લી 2,000 લોકોની છટણી કરશે

મોર્ગન સ્ટેન્લી આ મહિનાના અંતમાં લગભગ 2,000 નોકરીઓ ઘટાડી શકે છે.કંપનીના સીઈઓ ટેડ પિક હેઠળ છટણીનો આ પ્રથમ રાઉન્ડ હશે. બ્લૂમબર્ગના મતે ખર્ચ ઘટાડવાની સાથે કંપની AI અને ઓટોમેશન પર ફોકસ કરી રહી છે.જો કે, આનાથી 15,000 નાણાકીય સલાહકારોની નોકરીઓ પર કોઈ અસર થશે નહીં.

બીજી બાજુ એમેઝોને આ વર્ષની શરૂઆતમાં 14,000 મેનેજરોની છટણીની પણ જાહેરાત કરી હતી.તેનાથી કંપનીને દર વર્ષે 2.1 અબજ ડોલરથી 3.6 અબજ ડોલરની બચત થશે.

આ પણ વાંચોઃ વિશ્વના 10 સૌથી ખુશહાલ દેશોની યાદી બહાર પડી, સૌથી વધારે ખુશ કોણ?

Back to top button