ગુજરાતટ્રેન્ડિંગ
ગુજરાતના 33 જિલ્લાઓમાં પ્રભારી સચિવોની નિમણૂંક, જાણો- કોને-કયા જિલ્લામાં સ્થાન ?
ગુજરાતના તમામ 33 જિલ્લામાં વહીવટી કુશળતા માટે પ્રભારી સચિવોની નિમણૂંક કરાઈ છે. પ્રભારી સચિવ તરીકે રાજ્ય સરકાર દ્વારા વિવિધ સિનિયર અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
- અમદાવાદના પ્રભારી ઋષિકેશ પટેલ
- ગાંધીનગરના પ્રભારી સચિવ મિલિંદ તોરવણે
- બનાસકાંઠામાં બળવંતસિંહ રાજપૂત પ્રભારી મંત્રી
- બનાસકાંઠામાં પ્રભારી સચિવ વિજય નહેરા
અમદાવાદ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે ઋષિકેશ પટેલની નિમણૂંક કરવામાં આવી છે જ્યારે પ્રભારી સચિવ તરીકે મુકેશ કુમારને જવાબદારી સોંપાઈ છે. તો આ તરફ અમરેલીમાં પરષોત્તમ સોલંકીને પ્રભારી મંત્રી બનાવાયા છે જ્યારે સંદીપકુમારને પ્રભારી સચિવ બનાવાયા છે.
બનાસકાંઠામાં બળવંતસિંહ રાજપૂત પ્રભારી મંત્રી છે અને પ્રભારી સચિવ વિજય નહેરાની નિમણૂંક કરાઈ છે. ગાંધીનગર જિલ્લામાં પ્રભારી સચિવની જવાબદારી મિલિંદ તોરવણેને સોંપાઈ છે. મહીસાગરમાં અશ્વિની કુમારને પ્રભારી સચિવ બનાવવામાં આવ્યા છે.
જુઓ ક્યાં જિલ્લામાં કોણ પ્રભારી સચિવ