મધ્ય ગુજરાત

બાનાખત થઈ ગયા હોય તેવા કેસમાં ભાવ જૂની જંત્રી પ્રમાણે લાગુ રહેશે : ક્રેડાઈ પ્રમુખ

Text To Speech

ગુજરાત સરકારે જંત્રીના ભાવમાં એકદમ વધારો કરી દેતા બિલ્ડર્સ અશોષીયન દ્વારા અલગ-અલગ રીતે ગુજરાત સરકારને આ બાબતે રજૂઆત કરી ચૂક્યા છે અને વધારવામાં આવેલા જંત્રી દરને થોડો વિચાર વિમર્શ કરવા માંગ કરી રહ્યા છે. ત્યારે ક્રેડાઈ પ્રમુખ તેજસ જોશી દ્વારા જંત્રીને લઈને આજરોજ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : જુલી, રોમિયો, હની અને રેમ્બોની ભારતીય ટીમ તુર્કીમાં લોકોને બચાવી રહી છે, જાણો કેવી રીતે
ક્રેડાઈ - Humdekhengenews ક્રેડાઈ પ્રમુખ તેજસ જોશીએ કહ્યું હતું કે, બાનાખત થઈ ગયા હોય તેવા કેસમાં ભાવ જૂની જંત્રી પ્રમાણે લાગુ રહેશે. તેમાં નવી જંત્રી મુજબના ભાવ લાગુ થશે નહિ. અમને આશા છે કે આગામી બે દિવસમાં આનો યોગ્ય નિર્ણય આવે તેવું લાગી રહ્યું છે. નવી જંત્રીના લીધે રીડેવલોપમેન્ટમાં પણ અસર થશે, હાલ રીડેવલોપમેન્ટના 50 થી વધુ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે તમામને હાલ જંત્રીના લીધે અટકાવી દેવામાં આવ્યા છે અને આગામી સમયમાં 250 જેટલા રીડેવલોપમેન્ટના પ્રોજેક્ટ શરૂ થવાના છે.

આ પણ વાંચો : ગુજરાતમાં જંત્રીના ભાવ ડબલ થતાં જાણો સરકારી તિજોરીને કેટલી થશે આવક
ક્રેડાઈ - Humdekhengenews ઉલ્લેખનીય છે કે જંત્રીના ભાવ વધારા બાદ ક્રેડાઈ સહિતના બિલ્ડરો ગુજરાત સરકારને આ બાબતે રજૂઆત કરી ચૂક્યા છે તો બીજી તરફ ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિત પટેલે આ બાબતે પોતાનું નિવેદન આપતા કહ્યું હતું કે જંત્રીમાં જે વધારો થયો છે તે યોગ્ય છે ત્યારે હવે ગુજરાત સરકાર જંત્રી મુદ્દે કોઈ ફેરવિચાર કરે છે કે નહિ તે આગામી સમયમાં જોવું રહ્યું.

Back to top button