ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

કેનેડામાં ખાલિસ્તાનીઓએ ટેકો પાછો ખેંચતા જસ્ટિન ટ્રુડો સરકાર લઘુમતીમાં આવી ગઈ

ટોરન્ટો, 5 સપ્ટેમ્બર, 2024: કેનેડામાં રાજકીય સંકટ ઊભું થયું છે. કેનેડાની ભારત વિરોધી જસ્ટિન ટ્રુડો સરકાર સંકટમાં આવી ગઈ છે.  ખાલિસ્તાનીઓના ટેકાથી ચાલતી ટ્રુડો સરકારને ખાલિસ્તાની પક્ષે એકાએક ટેકો પાછો ખેંચી લેતા સરકાર લઘુમતીમાં આવી ગઈ છે. કેનેડામાં ટૂંક સમયમાં ચૂંટણી આવી રહી છે ત્યારે એ પહેલાં જ ખાલિસ્તાનવાદીઓના પક્ષે ટ્રુડો સરકારને આંચકો આપ્યો છે.

કેનેડા ખાલિસ્તાનીઓની તરફેણ કરીને ભારત સામે શિંગડાં ભેરવનાર કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને ત્યાંના ખાલિસ્તાની નેતાએ મોટો ઝટકો આપ્યો છે. ટ્રુડોની સરકારને મોટો ઝટકો આપતા તેમના મુખ્ય સહયોગી જગમીત સિંહની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)એ લિબરલ પાર્ટીને આપેલું સમર્થન પાછું ખેંચી લીધું છે. તે આગામી સામાન્ય ચૂંટણીના એક વર્ષ પહેલા ટ્રુડોની લઘુમતી સરકારને જોખમમાં મૂકી દીધી છે. પાર્ટીએ બુધવારે બપોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં આ જાહેરાત કરી હતી. આ જોડાણ જૂન ૨૦૨૫ની ચૂંટણી સુધી ચાલવાનું હતું.

ટ્રુડોની લઘુમતી સરકારને સત્તામાં રહેવામાં મદદ કરનારા ખાલિસ્તાનવાદી પક્ષ એનડીપીના વડા જગમીતસિંહે કેનેડાના વડાપ્રધાન પર કોર્પોરેટ લાલચ સામે ઝૂકી જવાનો આક્ષેપ કર્યો હતો. જગમીત સિંહે દાવો કર્યો હતો કે ઉદારમતવાદીઓએ લોકોને નિરાશ કર્યા છે. “જસ્ટિન ટ્રુડોએ વારંવાર સાબિત કર્યું છે કે તે હંમેશાં કોર્પોરેટ દબાણને વશ થઈ જાય છે. તેઓ કેનેડિયનો તરફથી બીજી તકને લાયક નથી. આગળ એક બીજી, એનાથી પણ મોટી લડાઈ છે.

ખાલિસ્તાનવાદી એનડીપીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર આ સમર્થન પારત લેવાની વિચારણા છેલ્લા બે અઠવાડિયાથી કરવામાં આવી રહી હતી. કેનેડાના સીબીસી ન્યૂઝે એક વરિષ્ઠ સરકારી સૂત્રને ટાંકીને અહેવાલ આપ્યો છે કે વડાપ્રધાનના કાર્યાલયને ઇટીમાં બપોરે 12:47 વાગ્યે જાણ કરવામાં આવી હતી, જ્યારે જગમીતસિંહે ઇટી પર બપોરે 12:55 વાગ્યે વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જગમીતસિંહે એમ પણ કહ્યું છે કે તેમની પાર્ટી એનડીપી ચૂંટણી માટે તૈયાર છે. પોતાની જાહેરાત સાથે એક મીડિયા રિલીઝમાં સિંહે કહ્યું હતું કે, એનડીપી ચૂંટણી માટે તૈયાર છે.

દરમિયાન, કેનેડાના મુખ્ય વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પીયરે પોઇલિવરેએ જગમીત સિંહની આ જાહેરાતને સ્ટંટ ગણાવી હતી અને સરકારમાં અવિશ્વાસ પર મત આપશે કે કેમ તેની સ્પષ્ટતા ન કરવા બદલ તેમની ટીકા કરી હતી, એમ સીબીસી ન્યૂઝના અહેવાલમાં જણાવાયું છે. પોઇલીવરે હાઉસ ઓફ કોમન્સમાં પાછા ફર્યા બાદ જગમીત સિંહને શક્ય તેટલી વહેલી તકે ચૂંટણી માટે મતદાન કરવા માટે પ્રતિબદ્ધ થવા હાકલ કરી હતી.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 21 જિલ્લાના 50 તાલુકામાં સરકારી પુસ્તકાલયો શરૂ કરવાનો નિર્ણય

Back to top button