બિહારમાં ફરી લઠ્ઠાકાંડ, 4 લોકોના મોત, કેટલાંકની હાલત ગંભીર
એક તરફ બિહારમાં દારૂબંધીની વાતો થઈ રહી છે ત્યારે બિહારના સિવાનમાં લઠ્ઠાકાંડમાં 4 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે. સિવાનના લક્કી નબીગંજ પોલીસ સ્ટેશન હેઠળના બાલા ગામમાં ચાર લોકોના શંકાસ્પદ સંજોગોમાં મોત થયા છે. જ્યારે 7 થી વધુ ગંભીર રીતે બીમાર છે. સંબંધીઓએ દાવો કર્યો છે કે આ તમામે દારૂ પીધો હતો. જે બાદ તેની તબિયત લથડી હતી. જોકે, તંત્રનું કહેવું છે કે, પોસ્ટમોર્ટમ બાદ જ મોતના ચોક્કસ કારણ વિશે કહી શકાશે.
બિહારના સિવાનમાં ગઈકાલે રાત્રે જિલ્લા તંત્રએ અસરગ્રસ્ત ગામમાં ગતિવિધિ તેજ કરી છે. સિવાનના ડીએમ અમિત કુમાર પાંડે પોતે ગામમાં કેમ્પ કરી રહ્યા છે. રાત્રે જ ત્યાં આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં માઈકીંગ કરીને લોકોને વિનંતી કરવામાં આવી રહી છે કે, જો કોઈ દારૂ પીને બીમાર હોય તો તેઓ સામે આવે. તેમની સારવાર કરવામાં આવશે.
ડીએમએ તમામ હોસ્પિટલોને આદેશ આપ્યો છે કે, જો આવો કોઈ બીમાર વ્યક્તિ આવે તો તેની પ્રાથમિકતાના આધારે સારવાર કરવામાં આવે. પોલીસ અધિકારીઓ ગામમાં ધામા નાખી શંકાસ્પદ સ્થળોએ સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 12 આરોપીઓની ધરપકડ કરી છે. તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ કાર્યવાહી ચાલુ છે.
આ પણ વાંચો : રામચરિતમાનસને બકવાસ પુસ્તક ગણાવતા SP નેતા સ્વામી પ્રસાદ મૌર્ય : કહ્યું, પ્રતિબંધ મુકવો જોઈએ