ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ફટાકડા ફોડવા જેવી નજીવી બાબતે પાડોશીએ ગોળીબાર કર્યો, 3ની હાલત ગંભીર

Text To Speech

વૈશાલી, બિહાર (20 નવેમ્બર): વૈશાલી જિલ્લામાં ફટાકડા ફોડવાના વિવાદમાં કેટલાક બદમાશોએ ત્રણ લોકો પર ગોળીબાર કર્યો હતો. ડઝનબંધ ગોળીબાર કરાતા એક જ કુટુંબના ત્રણ સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે સદર હોસ્પિટલ હાજીપુર લઇ જવાયા હતા. જ્યાંથી તેને વધુ સારી સારવાર માટે પીએમસીએચમાં રીફર કરાયા હતા.આ ઘટના વૈશાલી પોલીસ સ્ટેશન વિસ્તારના અમૃતપુર ગામમાં બની હતી.

 ફટાકડા ફોડવાને લઈને વિવાદ થયો 

પરિવારજનોનું કહેવું છે કે છઠ પૂજા કરીને ઘરે પરત ફર્યા બાદ ઘરના બાળકો ફટાકડા ફોડી રહ્યા હતા. ત્યારે ગુસ્સે ભરાયેલા પાડોશીએ ફટાકડા ફોડતા અટકાવ્યા હતા. જેને લઈ બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મામલો એટલો વધી ગયો કે પાડોશીએ ત્રણ લોકોને ગોળી ધરબી દીધી હતી. કહેવાઈ રહ્યું છે કે અપશબ્દો બોલવાની ના પાડતા બીજા પક્ષે બંદૂક કાઢીને ગોળીબાર શરૂ કરી દીધો હતો. જો કે, તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સદર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરે પ્રાથમિક સારવાર આપી ત્રણેયને પટણા રિફર કર્યા હતા. ઘાયલોમાં અમૃતપુર ગામના પ્રમોદ રાય (35), પ્રદીપ રાય (70) અને મુકેશ કુમાર (30)ના નામ સામેલ છે.

હજુ સુધી ઘાયલોએ ફરિયાદ નોંધાવી નથી

ઘટના અંગે વૈશાલી પોલીસ સ્ટેશનના વડા ચંદ્રગુપ્ત કુમારે જણાવ્યું કે ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તપાસ દરમિયાન ફટાકડા ફોડવા બાબતે બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હોવાનું બહાર આવ્યું હતું. આ વિવાદમાં તાબડતોડ ફાયરિંગ કરાયું હતું, જેમાં ત્રણ લોકો ઘાયલ થયાં હતાં. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે કહ્યું કે ઘાયલોની તરફથી લેખિત અરજી મળવા પર FIR નોંધીને કાર્યવાહી કરાશે. હાલ પોલીસે પૂછપરછ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સ્ટેશન ઈન્ચાર્જે જણાવ્યું કે ઘટના બાદ તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા છે.

આ પણ વાંચો: બિહારના લખીસરાયમાં અંધાધૂંધ ગોળીબાર, એક જ પરિવારના 6 લોકોને વાગી ગોળી 

Back to top button