ટ્રેન્ડિંગમનોરંજન

બિગ બોસ 17માં આ સ્પર્ધકો ફાઇનલઃ પ્રિયંકા ચોપરાની બહેન કરશે એન્ટ્રી

  • કન્ફર્મ થયેલા સભ્યોમાં પ્રથમ નામ ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈનનું છે. બંને કપલ તરીકે શોમાં એન્ટ્રી કરશે. કપલની યાદીમાં બીજુ નામ ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા શર્મા અને તેના પતિ નીલ ભટ્ટાનું છે.

Bigg Boss 17: ટીવીનો સૌથી વિવાદાસ્પદ શો બિગ બોસ 17 15 ઓક્ટોબરથી કલર્સ ટીવી પરથી પ્રસારિત થવા જઇ રહ્યો છે. આ શોની ફેન્સ આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. દરેક વ્યક્તિ શોમાં આવનારા સ્પર્ધકોના નામ જાણવા માટે ઉત્સુક છે. ગ્રાન્ડ પ્રીમિયર પહેલા તેની પુષ્ટિ થયેલી યાદી આવી ગઈ છે.

કન્ફર્મ થયેલા સભ્યોમાં પ્રથમ નામ ટીવી અભિનેત્રી અંકિતા લોખંડે અને તેના પતિ વિકી જૈનનું છે. બંને કપલ તરીકે શોમાં એન્ટ્રી કરશે. કપલની યાદીમાં બીજુ નામ ટીવી એક્ટ્રેસ ઐશ્વર્યા શર્મા અને તેના પતિ નીલ ભટ્ટાનું છે. આ બંને પણ એક કપલ તરીકે ઘરમાં પ્રવેશ કરશે. ઈશા માલવિયા અને અભિષેક કુમાર પણ કપલ તરીકે બિગ બોસમાં એન્ટ્રી કરશે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

સ્ટેન્ડઅપ કોમેડિયન મુનાવર ફારુકી, ફેમસ યુટ્યુબર અનુરાગ ડોબાલ પણ બિગ બોસમાં ધમાલ મચાવશે. બિગ બોસ 17 માટે ભૂતપૂર્વ પત્રકાર અને લેખિકા જિજ્ઞા વોરાનું નામ પણ સામે આવ્યું છે. રિપોર્ટ્સ અનુસાર, શો માટે તેનું નામ કન્ફર્મ થઈ ગયું છે. યુટ્યુબર અરમાન મલિક અને તેની પહેલી પત્ની પાયલ મલિક પણ બિગ બોસ 17માં જોવા મળે તેવી શક્યતાઓ છે. નિર્માતાઓ સતત તેમના સંપર્કમાં છે.

બિગ બોસ 17માં આ સ્પર્ધકો ફાઇનલઃ પ્રિયંકા ચોપરાની બહેન બનશે ખતરો! hum dekhenge news

પ્રેંકસ્ટર સની આર્યાનું નામ પણ બિગ બોસ 17ના કન્ફર્મ મેમ્બર્સની યાદીમાં સામેલ થઈ ગયું છે. હવે તે શોની અંદર પણ ધૂમ મચાવશે.સુપર મોડલ મનસ્વી મમગાઈ પણ બિગ બોસ 17 માટે ચર્ચામાં છે. હવે સમાચાર છે કે તે શોમાં કન્ફર્મ કન્ટેસ્ટન્ટ બની ગઈ છે. બિગ બોસ 17 માટે ભારતીય ક્રિકેટર ઋષિ ધવનનું નામ પણ સામે આવ્યું છે. યુટ્યુબર કીર્તિ મહેરા પણ બિગ બોસ 17ને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા સ્ટાર ફૈઝ બલોચ, ટીવી પ્રોડ્યુસર સંદીપ સિકંદનું નામ પણ સામે આવ્યું છે.

મન્નારા ચોપરા પણ બિગ બોસનો પાર્ટ

પ્રિયંકા ચોપરા અને પરિણિતી ચોપરાની કઝિન મન્નારા ચોપરા પણ બિગ બોસ 17નો ભાગ બનવા જઈ રહી છે. મન્નારા ચોપરાએ 2014માં રિલીઝ થયેલી જિદ ફિલ્મથી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યુ હતુ. આ ઉપરાંત તે સાઉથની અનેક ફિલ્મોમાં જોવા મળી ચુકી છે. શોને વધુ કોન્ટ્રોવર્શિયલ બનાવવા માટે અભિનેત્રી મમતા કુલકર્ણીનો પણ સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ હેમા માલિનીએ દિકરી ઇશા દેઓલ સાથે સેલિબ્રેટ કર્યો નેશનલ સિનેમા ડે

Back to top button