ગુજરાતધર્મ

ભુજના ચાવડા રખાલમાં રાજ પરિવારે 7 કરોડના ખર્ચે 51 શક્તિપીઠના દર્શન કરાવતું શિખરબંધ મંદિર બંધાવ્યું

Text To Speech

ભુજઃ ઐતિહાસિક વારસો ધરાવતા સરહદી જિલ્લાની શોભામાં અભિવૃદ્ધિ કરતું પ્રવસાનધામ સમું 51 શક્તિપીઠ સાથેનું મોમાઈ માતાજીનું મંદિર 7 કરોડના ખર્ચે કચ્છના રાજ પરિવાર દ્વારા ચાડવા રખાલ ખાતે નિર્માણ પામ્યું છે. જેની પ્રાણપ્રતિષ્ઠા આગામી 11, 12 અને 13 મેના દિવસે વિધિવિધાન સાથે યોજાશે. અહીંના રાજા સદ્ગત પ્રાગમલજી ત્રીજાએ માતાજીના મંદિર નિર્માણનો સંકલ્પ લીધો હતો અને વર્ષ 2017માં તેનું બાંધકામ શરૂ કરાવ્યું હતું. જે સાડા ચાર વર્ષના સમયગાળામાં મહારાણી પ્રીતિદેવીબાના માર્ગદર્શન હેઠળ પરિપૂર્ણ થયું છે.

51 શક્તિપીઠના દર્શન થશે
આ વિશે કુંવર ઇન્દ્રજીતસિંહે જણાવ્યું હતું કે, ‘અહીં(ભુજ)થી 25 કિલોમીટર દૂર નખત્રાણા ધોરીમાર્ગ પર આવતા સામત્રા ગામની અંદર જતા કુદરતી વાતાવરણ સ્થિત ચાડવા રખાલમાં સંપૂર્ણ પથ્થરથી બનેલું શિખરબંધ મંદિર એક એકરમાં નિર્માણ પામ્યું છે. મંદિરની ચોકોર 51 શક્તિપીઠની સાથે અર્ધ નાગેશ્વરની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. મંદિરમાં મોમાઈ માતાજી, ત્રિપુરા સુંદરી, હિંગળાજ માતાજી, કાલિકા માતાજી, રુદ્રાણી માતાજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે. મંદિરના દર્શને આવનાર ભાવિકો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ રહેશે. આગામી સમયમાં આ ધાર્મિક સ્થળને પ્રવાસન ધામ તરીકે વિકસાવવા ઉધાન સહિતના આયામો નિર્માણ કરાશે.’

કુદરતી વાતાવરણ વચ્ચે મંદિર
ઉલ્લેખનીય છે કે, ચાડવા રખાલ જંગલમાં આવેલો વિસ્તાર છે. જ્યાં 10 એકરમાં રમણીય તળાવ આવેલું છે. જેમાં 150થી વધુ મગર આવેલા છે. આ ઉપરાંત પ્રકૃતિપ્રેમી અને શહેરીજનો હરવા ફરવા અહીં આવતા હોય છે. એવાં કુદરતી વાતવરણ વચ્ચે કચ્છના રાજા સદગત પ્રગમલજી ત્રીજા દ્વારા શરૂ કરાયેલું આ મંદિર નિર્માણ કાર્ય લોકો માટે તેમનું ઉત્તમ સંભારણું બની રહેશે.

Back to top button