અરવલ્લીના ભિલોડામાં મહિલાને ડાકણ સમજી માર માર્યો
મળતી માહિતી મુજબ, અરવલ્લીના ભિલોડાના ગઢીયા ગામે અંધશ્રદ્ધાના વ્હેમમાં એક મહિલાને ઢોર માર મારતા ફરિયાદી અને તેના સગા અરવલ્લી એસપી કચેરી પહોંચ્યા હતા. મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેના સાસરી પક્ષના સગા પોલીસમાં ફરજ બજાવતા હોવાથી તેની ફરિયાદ લેવામાં ન આવતા અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરીએ પહોંચ્યા હતા.
આ પણ વાંચો : અરવલ્લીના ભુતાવડ ગામનો વિવાદ પોલીસે થાળે પાડ્યો
મહિલા ત્રણ સંતાનોની માતા છે અને તેનો પતિ બસ ડ્રાઈવર છે જેને હવે તેનીં પત્ની ગમતી નથી તેવો આરોપ મહિલાએ લગાવ્યો હતો. 39 વર્ષીય મહિલાની 2 પુત્રીઓ શાળામાં અભ્યાસ કરે છે અને એક પુત્ર ટીબીની બીમારી થી પીડાતો હોવાથી પથારીવશ છે. મહિલાના વૃદ્ધ સસરા ઘણા સમયથી બીમાર રહેતા જેઠ-જેઠાની અને અન્ય પરિવારના સભ્યોએ પીડિતને ડાકણ ઘણાવી ઢોર માર માર્યો હતો અને તેના પતિને પણ ડાકણ ખાઈ ગઈ કહીને માર માર્યો હતો અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
પીડિતાએ પોતાની ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે તેના સાસરિયાં પક્ષ ના સભ્યોએ નિર્વસ્ત્ર કરીને ઢોર માર માર્યો હતો. અને પીડિતાએ સમગ્ર સીસીટીવી ફૂટેજ સાથે અરવલ્લી જિલ્લા એસપી ને આ બાબતે લેખિતમાં પુરાવા સાથે ફરિયાદ આપી છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે.