ભાભરમાં દબાણ હટાવાની કાર્યવાહી હાથ ધરાઈ, તંત્રને વેપારીઓની રજુઆત, ‘પાલીકા દ્વારા પ્લોટ ફાળવવામાં આવે’
ભાભરમાં તંત્ર દ્વારા દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે ગાય સર્કલથી દિયોદર ચાર રસ્તા સુધીમાં જે દબાણ હતું તે હટાવવામાં આવ્યું હતું. જેમાં વેપારીઓને નોટિસ આપી લારી-ગલ્લા દૂર કરવામાં આવ્યા હતા. જેમણે નોટિસને અવગણીને પોતાના લારી-ગલ્લા દૂર નતા કર્યા તેમના લારી-ગલ્લા પોલીસનો બંદોબસ્ત ગોઠવીને દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
ભાભરમાં દબાણ હટાવાની કાર્યવાહી હાથ ધરાઈ, તંત્રને વેપારીઓની રજુઆત, 'પાલીકા દ્વારા પ્લોટ ફાળવવામાં આવે'#palanpur #bhabhar #deesamunicipality #deesa #GUJATUPDATES #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/N9FTJYhOWA
— Hum Dekhenge News (@humdekhengenews) July 9, 2023
તંત્રને વેપારીઓની રજુઆત, ‘પાલીકા દ્વારા પ્લોટ ફાળવવામાં આવે’
આ અગાઉ પણ આ હાઈવે પરના દબાણ તંત્ર દૂર કરાવી ચુક્યું છે, પરંતુ તંત્ર દબાણ દૂર કરાવીને ગયા પછી ફરી લારી-ગલ્લા વાળા પોતાનો ધંધો લઈને આવી જતાં હોય છે. એવામાં ત્યાંના સ્થાનિક વેપારીઓ દ્વારા રજુઆત કરવામાં આવી છે કે, આ જે શાકભાજીની લારીઓ વાળાને નગરપાલીકા દ્વારા કોઈ સરકારી પ્લોટ ફાળવવામાં આવે જેથી તેઓ તેમનો ધંધો ત્યાં કરી શકે અને વાહન ચાલકોને પણ નડતર રુપના બને.
દિયોદર આર એન્ડ બી વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી:
આર એન્ડ બી વિભાગ દ્વારા ગાય સર્કલથી દિયોદર ત્રણ રસ્તા સુધીના માર્ગની હદમાં આવતા દબાણ દુર કરવા લારી ગલ્લા ધરાવતાં વેપારીઓને નોટિસ આપવામાં આવી હતી. જેના પગલે કેટલાક વેપારીઓને સ્વૈચ્છાએ પોતાના દબાણો દૂર કરી દીધા હતા. બાકી રહેલા દબાણો દૂર કરવા માટે શનિવારે દિયોદર આર એન્ડ બી વિભાગ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી કરવામાં આવી હતી.
દબાણમાં શું હટાવાયું, વેપારીઓની શું છે રજુઆત?
ગાય સર્કલથી દિયોદર ચાર રસ્તા સુધીમાં ખાસ કરીને ત્યાં ફળ-શાકભાજીની લારીઓ, ચાની હોટલ, લારી ગલ્લા હટાવવામાં આવ્યા હતા. આ અંગે વેપારીઓને જણાવ્યું હતુ કે, અમારા જેવા નાના વેપારીઓના દબાણો દૂર કરી તંત્ર સંતોષ માની રહ્યું છે. પણ તંત્ર અમને જો કોઈ સરકારી પ્લોટ નહીં ફાળવે તો અહીં ફરી દબાણ ઉભું થઈ જશે, જેથી તંત્ર જેમ દબાણ દૂર કરવા જાગ્યું છે એમજ અમને ધંધો કરે એવી કોઈ જગ્યા ફાળવવામાં પણ એટલો જ રસ દાખવે એવી આજીજી કરી છે.
આ પણ વાંચો: અમદાવાદ: AMCના પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા મિલકતવેરો નહીં ભરનાર બાકીદારો સામે લીધો આકરો નિર્ણય