બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત,બાઇક અને કારની ટક્કરમાં પરિવારનો માળો વિખેરાયો


બનાસકાંઠાના કાંકરેજમાં આવેલા થરા હાઈવે પર મંગળવારે મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈક અને કાર વચ્ચે ટક્ક થતા બાઈક પર સવાર એક જ પરિવારના 3 વ્યક્તિના મોત નિપજ્યા હતા. અકસ્માતમાં આખો પરિવાર વિખેરાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.
થરા હાઈવે પર અકસ્માતમાં 3ના મોત
પ્રાપ્ત વિગતો મુજબ બનાસકાંઠાના કાંકરેજ નજીક થરા હાઈવે પર ગઇકાલે બાઇક અને સ્વિફ્ટ ગાડી વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં આખો પરિવાર વેરવિખેર થઇ ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં પિતા, પત્ની અને 10 વર્ષની બાળકીનું ઘટના સ્થળે મોત થયુ હતુ. અકસ્માતને પગલે અહીં લોકોનું ટોળુ એકઠું થઈ ગયું હતું. સ્થાનિકો દ્વારા 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી. તેમજ અકસ્માત બાદ રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
બનાસકાંઠામાં બાઈક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, પતિ-પત્ની અને બાળકીનું સ્થળ પર જ કરુણ મોત#accident #husbandandwife #child #banaskantha #bike #car #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/D3c849VskF
— Hum Dekhenge News (@humdekhengenews) June 28, 2023
મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસે કાર્યવાહી હાથ ધરી
મૃતક પરિવાર ડીસા તાલુકાના માણેકપુર ગામનો હતો અને થરા હાઈવે પર બાઈક લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન પરિવારને અકસ્મા નડ્યો હતો. સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ 108ની ટીમ અને પોલીસને કરવામાં આવતા બંને સ્થળ પર પહોંચ્યા હતા આ ત્રણેયના મૃતદેહોને નજીકની થરા રેફરલ હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. અને થરા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ પણ વાંચો : હાર્ટ એટેકે લીધો વધુ એક ભોગ, કોલેજ કેમ્પસમાં અચાનક ઢળી પડ્યો 28 વર્ષનો વિદ્યાર્થી