ગુજરાત

બનાસકાંઠા જિલ્લામાં પાણી વગર ઘાસચારાની અછત સર્જાઈ

Text To Speech

પાલનપુર: બનાસકાંઠા જિલ્લો એ ખેતીની સાથે પશુપાલન ક્ષેત્રે પણ આગળ વધી રહ્યો છે. પરંતુ ગત વર્ષે પડેલા નહિવત વરસાદના કારણે આ વર્ષે પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે. જેના કારણે પશુપાલકોને ઘાસચારાની અછતને કારણે મોટી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

ઘાસચારા વગર પશુપાલકોની હાલત કફોડી બની

ઘાસચારા વગર પશુપાલકોની હાલત કફોડી બની
જિલ્લામાં આ વર્ષે પાણી વગર પશુપાલકોની હાલત કફોડી બની છે. ગત વર્ષે પડેલા નજીવા વરસાદના કારણે જિલ્લામાં આ વખતે પાણી વગર અનેક ખેતરો વેરાન બન્યા છે. સાથોસાથ પાણી ન મળવાના કારણે ઘાસચારો પણ ઓછો થયો છે. જેના કારણે પશુપાલકોની હાલત કફોડી બની છે. આમ તો વર્ષોથી જિલ્લો ખેતી સાથે જોડાયેલો જિલ્લો હતો. પરંતુ ધીમે-ધીમે ખેડૂતોને ખેતીમાં થતાં નુકસાનના કારણે ખેડૂતો પશુપાલન તરફ વળ્યા હતા. અને જોતજોતામાં જિલ્લો સૌથી વધુ દૂધ ધરાવતો જિલ્લો બન્યો હતો. પરંતુ આ વર્ષે ઘાસચારાની અછતને કારણે પરિસ્થિતિ બદલાઈ છે. તો બીજી તરફ બહારથી આવતો ઘાસચારો પણ ઓછો થઈ જતા હાલ જિલ્લાના પશુપાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં જે ઘાસચારો 15 રૂપિયામાં પુળો મળતો હતો. તે આ વર્ષે અછતના કારણે 30 રૂપિયા જેટલો એક પૂળાનો ભાવ થઈ ગયો છે. જેના કારણે ભાવમાં પણ પશુપાલકોને ડબલ પૈસા આપીને ઘાસચારાની ખરીદી કરવી પડી રહ્યું છે. જિલ્લામાં ઘાસચારાની અછતના કારણે પશુપાલનના વ્યવસાય પર પણ તેની મોટી અસર જોવા મળી રહી છે.


પશુપાલકોને સરકાર દ્વારા રાહત કરવામાં આવે તેવી માંગ
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો હાલમાં માગ કરી રહ્યા છે કકે, સરકાર દ્વારા તાત્કાલિક ઘાસચારાની યોગ્ય વ્યવસ્થા કરી આપવામાં આવે. નહીંતર આવનારા સમયમાં જિલ્લામાં વરસાદ નહીં થાય તો ફરી એકવાર ઘાસચારાની અછતના કારણે પશુપાલનનો વ્યવસાય ઘટી જાય તેવી સંભાવના જોવા મળી રહી છે. એક તરફ ખેડૂતો ખેતીમાં નુકસાન વેઠવી રહ્યા છે, તો બીજી તરફ હવે જિલ્લામાં ઊભી થયેલી ઘાસચારાની અછતના કારણે પશુપાલનનો વ્યવસાય પણ ઓછો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ તો પશુપાલકો એક જ માંગ કરી રહ્યા છે કે આવા સમયે સરકાર પશુપાલકોના વાહરે આવે અને તાત્કાલિક પશુપાલકોને સહાય જાહેર કરે. જો આવનારા સમયમાં સરકાર દ્વારા પશુપાલકોને કોઈ જ મદદ કરવામાં નહીં આવે, તો તેનું પરિણામ ચૂંટણીમાં સરકારે ભોગવવાની તૈયારી રાખવી પડશે.

Back to top button