ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા જિલ્લામાં હવે વ્યાજખોરોના ગળામાં કસાસે ગાળિયો

પાલનપુર: રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરો સામે ગાળિયો ક કસવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં પાંચથી દસ ટકા ઉંચા વ્યાજ સાથે નાણા આપ્યા પછી વ્યાજ અને મૂડી વસૂલ કર્યા પછી પણ વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરતા હોવાથી તેમનાથી ત્રાસી અનેક નિર્દોષોને જીવ ગુમાવ પડે તેવી સ્થિતિ નિર્માણ થાય છે. આવા વ્યાજખોરોના ત્રાસના કારણે વ્યાજના ચક્કરમાં દબાઈ ગયેલા લોકો ઝેરી પ્રવાહી પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કરે છે.

બે દિવસમાં પાંચ વ્યાજખોરો સામે FIR

વ્યાજખોર-humdekhengenews

ત્યારે માથાભારે પઠાણી ઉઘરાણી કરનારા બનાસકાંઠા જિલ્લાના આવા પાંચ વ્યાજખોરો સામે પોલીસે એફઆઇઆર નોંધી છે. અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કોની-કોની સામે ફરિયાદ નોધાઈ

પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રહેતા ધવલભાઈ શામળભાઈ પટેલે પાલનપુરના ગોવિંદભાઈ લાલાભાઇ ચૌહાણ પાસેથી રૂપિયા 3.36 લાખ અલગ અલગ સમયે વ્યાજે લીધા હતા. અને વ્યાજ સહિત રૂપિયા 17.16 લાખ ચૂકવ્યા હતા. તેમ છતાં ગોવિંદભાઇ ચૌહાણે અવેજીમાં લીધેલા ચેકમાં રૂપિયા 20 લાખની રકમ ભરી અને ચેક બાઉન્સ થતા નોટિસ મોકલી હતી. આ અંગે ધવલભાઈ પટેલે ગોવિંદભાઈ લાલાભાઇ ચૌહાણ અને પ્રવીણભાઈ લાલાભાઇ ચૌહાણ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વ્યાજખોર-humdekhengenews

વાવ તાલુકાના ગંભીરપુરાના અશોકભાઈ મોહનલાલ સુથારે વર્ષ 2019માં ગામના જ કલ્પેશભાઈ શંકરભાઈ સુથાર પાસેથી રૂપિયા 90 હજાર 5 ટકા ના વ્યાજે લીધા હતા. તેની સામે તેમણે વ્યાજ સહિત કુલ રૂપિયા 1.50 લાખ ચૂકવ્યા હતા. તેમ છતાં હજુ પણ 20 હજાર રૂપિયા બાકી હોવાનું કહી ઉઘરાણી કરતા અશોકભાઈએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અમીરગઢ તાલુકાના ડુંગરપુરાના દિપકભાઈ કાળુજી મેણાએ એક વર્ષ અગાઉ તેમના દિકરા ઉમેશ ઉર્ફે આકાશને મોટરસાયકલ અપાવવા માટે ડાભેલા ગામના રણવીરસિંહ મેરૂસિંહ ડાભી પાસેથી રૂપિયા 40 હજાર 10 ટકા વ્યાજ થી લીધા હતા. જેની સામે પઠાણી ઉઘરાણી કરી રૂપિયા 1,36,000 બળજબરીથી કઢાવી લીધા હતા. છતાં હજુ રૂપિયા 90,000 બાકી છે તેમ કઈ અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

વ્યાજખોર-humdekhengenews

પાલનપુરના વેપારી મહાદેવભાઇ નગાજી પ્રજાપતિએ અકસ્માતની સારવાર માટે પાલનપુર લક્ષ્મીપુરા શેરી નં. 2માં રહેતા જયંતીભાઈ પટેલ પાસેથી 10 ટકાના વ્યાજે રૂપિયા 30,000 લીધા હતા. જેનું ચાલીસ મહિના સુધી 1,20,000 વ્યાજ કર્યું હતું જો કે સ્પાઇનનું ઓપરેશન કરાવ્યું હોય ત્રણ માસથી વ્યાજ ન ભરતા જયંતીભાઈ પટેલ તેમની દુકાને તેમજ ઘરે પઠાણી ઉઘરાણી કરતા હતા.

કાંકરેજ તાલુકાના થરાના રમેશભાઈ અજમલભાઈ પ્રજાપતિએ ગામના જહાગીરખાન કેસરખાન મકરાણી પાસેથી 11 જુલાઈ 2020ના રોજ 6 લાખ રૂપિયા લીધા હતા. તે પણ વ્યાજ સહિત ચૂકવી દીધા હોવા છતાં જહાગીરખાને રૂપિયા 7,00,000 બાકી હોવાનું કહી પોતાની પાસે પડેલા ચેક બેંકમાં નાખી દેવાની ધમકી આપી હતી. જ્યારે જહાંગીરખાનની પત્ની સુલતાનાબેન અને તેનો પુત્ર શાહરૂખખાન મકરાણીએ અવાર- નવા૨ જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.

આ પણ વાંચો :પાલનપુર: દિયોદરમાંથી 421 રીલ પ્રતિબંધીત ચાઈનીઝ દોરી ઝડપાઈ

Back to top button