બનાસકાંઠા: બનાસ નદીમાં લીઝ ધારકોએ નદીના બંને ભેખડ સાઈડ રસ્તો બનાવી અવરજવર કરવી પડશે
- રેતી ભરેલ વાહન ચાલકો માટે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરાયું
- હવે થી રેતી ભરેલ વાહનોથી વારંવાર થતા અકસ્માતો અને ટ્રાફિક થી છુટકારો
- નાના વાહન ચાલકો અને નાગરિકો ને મળશે રાહત
બનાસકાંઠા 02 જુલાઈ 2024 : ડીસા તાલુકા વિસ્તારની બનાસ નદી થી અવર જવર કરતા ડીસા તાલુકાના રેતી ભરેલા ભારે વાહન ચાલકો માટે નવું જાહેર બહાર પાડવામાં આવ્યું છે. ત્યારે બનાસ નદીના પટમાં રાણપુર બાજુથી રેતી ભરીને અવર જવર કરતા ટ્રક અને ડમ્પર ચાલવા માટે સિંગલ રોડ ઉપયોગ નહી કરવા આદેશ કરવામાં આવ્યો છે.
ડીસા તાલુકાના રાણપુર, ભડથ, મહાદેવિયા, આખોલ નાની – મોટી, માલગઢ, કુંપટ, જૂનાડીસા, વાસણા, વડાવલ, લુણપુર, સદરપુર ના લીજ કવોરી ધારકો ને જાણ કરવા માં આવી છે.જેમાં તમામ મોટા ટ્રક – ટ્રેઇલર , ડમ્પર વગેરે વાહન ચાલકો એ સીધા નદીના પટમાંથી સીધા નેશનલ હાઇવે પર જવા માટે રાણપુર, ભડથ બાજુના વાહનો આખોલ મોટી અને નાની બંને બાજુ થી બહાર નીકળવું, તેવી જ રીતે માલગઢ, જુનાડિસા, કુપટ, વાસણા, લૂણપુર, સદરપૂર બાજુ ના વાહન ચાલકો માટે જુનાડીસા રેલવે પુલ બાજુ થી. ડીસા પાટણ હાઈવે પર જવાનું રહેશે. બંને સાઈડ આવવા – જવા માટે નદીની બંને ભેખડ સાઈડ રસ્તો બનાવવાનો રહેશે
બનાસનદીમાં થી સદરપુર, વાસણા થઈ જુનાડીસા ના રસ્તે નીકળતા વાહન ચાલકો અને રાણપુર, ભડથ અને મહાદેવિયા રોડ બાજુ નીકળતા વાહન ચાલકો માટે જુલાઈ અને ઓગસ્ટ 2024 એમ 2 મહિના માટે પ્રતિબંધ લગાવવામાં આવેલ છે.તેમ છતા પ્રતિબંધિત જાહેર થયેલ રસ્તાઓ પર કોઇ પણ પ્રકારના રેતી ભરેલા ડમ્પર, ટ્રક, ટ્રેલર વગેરે વાહન ચાલકો અવરજવર કરી મુશ્કેલી ઊભી કરશે અને કલેક્ટરના જાહેરનામા નો ભંગ કરશે તે વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ -1951 ની કલમ 131 હેઠળ સજાને પાત્ર ગણાશે. આ જાહેરનામુ ભંગ કરનાર ઈસમો વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરવા માટે બનાસકાંઠા જિલ્લા અધિક્ષક થી હેડ કોન્સ્ટેબલ સુધીના પોલીસ અધિકારીઓ ને અધિકૃત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : શક્તિ ભક્તિ અને આસ્થાનો મહાકુંભ : ૧૨ સપ્ટેમ્બરથી શરૂ થશે માં આદ્યશક્તિનો ભાદરવી પૂનમ મહામેળો