ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

આયુર્વેદમાં આ પાંચ વસ્તુ છે અમૃત, ખાશો તો રહેશો બીમારીથી દૂર

  • આયુર્વેદ મુજબ આપણો ખોરાક જ દવા જેવો હોવો જોઈએ જેથી આપણી આસપાસ પણ કોઈ રોગ ન ફરકી શકે. આયુર્વેદના ગ્રંથોમાં એવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખ છે જેને નિયમિતપણે ખાવાથી આપણું આરોગ્ય સારું રહે છે

HD ન્યુઝ ડેસ્કઃ આયુર્વેદમાં હંમેશા દવાઓ પર નહીં, પરંતુ સારી ખાણીપીણી અને જીવનશૈલી પર ભાર મૂકવામાં આવે છે. આયુર્વેદ મુજબ આપણો ખોરાક જ દવા જેવો હોવો જોઈએ જેથી આપણી આસપાસ પણ કોઈ રોગ ન ફરકી શકે. આયુર્વેદના ગ્રંથોમાં એવી ઘણી વસ્તુઓનો ઉલ્લેખ છે જેને નિયમિતપણે ખાવાથી આપણું આરોગ્ય સારું રહે છે અને લાંબુ આયુષ્ય પણ મળે છે. તેમાની કેટલીક ખાસ વસ્તુઓને ‘અમૃત’ પણ કહેવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, આ બધી વસ્તુઓ આપણા શરીરના વાત, પિત્ત અને કફ દોષોનું બેલેન્સ કરે છે. તેનું સેવન કરવાથી આપણે નિરોગી બનીએ છીએ અને સાથે લાંબુ આયુષ્ય પણ મળે છે.

1. હળદર

હળદર ભારતીય રસોડાનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ ભાગ છે, તેને આયુર્વેદમાં પણ અમૃતનો દરજ્જો આપવામાં આવ્યો છે. આયુર્વેદ અનુસાર તે આપણા શરીરના ત્રણેય દોષોને સંતુલિત કરવાનું કામ કરે છે. ઉપરાંત, તેના એન્ટી-ઈન્ફ્લેમેટરી અને એન્ટીઓકિસડન્ટ ગુણધર્મોને લીધે તે શરીરને હેલ્ધી અને ફિટ રાખે છે. આધુનિક વિજ્ઞાનમાં પણ હળદરના ગુણો પર અનેક સંશોધનો થયા છે, જ્યાં તેના અનેક ફાયદાઓ સામે આવ્યા છે. આયુર્વેદ અનુસાર રાત્રે સૂતા પહેલા હળદરવાળું દૂધ પીવું ખૂબ જ ફાયદાકારક છે.

આયુર્વેદમાં આ પાંચ વસ્તુ છે અમૃત, ખાશો તો રહેશો બીમારીથી દૂર hum dekhenge news

 

2. આમળા

આમળાના ગુણો વિશે કોણ નથી જાણતું? તેમાં વિટામીન સી અને એન્ટીઓક્સીડન્ટના ગુણો ભરપૂર માત્રામાં જોવા મળે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને આપણું શરીર એકંદરે આરોગ્યપ્રદ રાખે છે. રોજ આમળાનો રસ પીવાથી અથવા સલાડના રૂપમાં આમળા ખાવાથી મોટામાં મોટી બીમારીઓ પણ આપણાથી દૂર રહે છે. ખરાબ જીવનશૈલીના કારણે સુગર, બીપી અને સ્થૂળતા જેવી સમસ્યાઓનું જોખમ પણ ઘટી જાય છે.

3. તુલસી

દરેક ઘરના આંગણે તુલસીનો છોડ તો હોય જ છે, તે પણ આયુર્વેદની નજરમાં અમૃતથી ઉતરતો નથી. આજની જીવનશૈલીમાં ચિંતા અને તણાવ જેવી બાબતો એકદમ સામાન્ય બની ગઈ છે. આયુર્વેદ અનુસાર આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે તુલસીનું સેવન શ્રેષ્ઠ ઉપાય છે. આ સિવાય તુલસીના પણ ઘણા ફાયદા છે. પછી ભલે તે રોગપ્રતિકારક શક્તિ વધારવાની હોય કે એકંદર આરોગ્યને વધુ સારી રીતે જાળવી રાખવાનું હોય. તુલસીનું સેવન કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે દરરોજ એક કપ તુલસીના પાંદડાની ચા પીવી.

આયુર્વેદમાં આ પાંચ વસ્તુ છે અમૃત, ખાશો તો રહેશો બીમારીથી દૂર hum dekhenge news

4. ગિલોય

આજે પણ ઘરના વડીલો શરીરની અનેક સમસ્યાઓ માટે ગિલોયનો ઉપયોગ કરે છે. તેને ગુડુચી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે આપણા આખા શરીરને ડિટોક્સ કરવાનું કામ કરે છે. આ સાથે તે લીવર, પાચન સમસ્યાઓ અને શરીરના ઓલઓવર આરોગ્યને સુધારે છે. આયુર્વેદમાં તેના પાન અને મૂળનો ઉકાળો પીવાનો ઉલ્લેખ છે. આ ઉકાળો રોજ પીવાથી શરીર સંપૂર્ણ સ્વસ્થ રહે છે.

5. ગાયનું ઘી

આયુર્વેદમાં ગાયના શુદ્ધ દેશી ઘીને અમૃત સમાન ગણવામાં આવે છે. જો દરરોજ એક ચમચી શુદ્ધ ઘી પણ ખાવામાં આવે તો તેનાથી શરીરને ઘણા ફાયદા થાય છે. તે આપણા મગજ, પાચન, રોગપ્રતિકારક શક્તિ અને શરીરની સંપૂર્ણ હેલ્થ માટે ફાયદાકારક છે. માત્ર ખાવા માટે જ નહીં, આયુર્વેદમાં અન્ય ઘણી રીતે તેનો ઉપયોગ વર્ણવવામાં આવ્યો છે. શુષ્ક અને નિર્જીવ ત્વચા માટે તે એક સારું મોઇશ્ચરાઈઝર છે અને તેનો ઉપયોગ વાળના ગ્રોથ માટે પણ કરી શકાય છે.

આ પણ વાંચોઃ શ્રાવણ મહિનામાં ઉપવાસ કે એકટાણાં કેમ કરાય છે? ઋષિમુનિઓએ જણાવ્યું છે મહત્ત્વ

Back to top button