ATS એક્શન મોડમાં, અમદાવાદ અને વડોદરામાં 4 કોચીંગ ક્લાસીસની ઓફિસ સીલ
ગુજરતમાં જુનિયર ક્લાર્કનું પેપર ફુટ્યા બાદ ગુજરાત ATS દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરીને વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજરોજ ગુજરાત ATS દ્વારા બરોડા અને અમદાવાદમાં ચાર જગ્યાએ દરોડા પાડી બરોડા માં બે કોચિંગ ક્લાસીસ અને અમદાવાદમાં બે કોચિંગ ક્લાસીસ ની ઓફિસ સીલ કરી હતી.
જુનિયર ક્લાર્ક પેપર લીક થયા બાદ ગુજરાત ATS એક્શન મોડમાં આવી ગઈ છે અને સમગ્ર મામલે ઊંડી તપાસ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. હમણાં આજે જ ગુજરાત ATS દ્વારા કોલકત્તા થી બે આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા. નિશિકાંતસિંહા અને સુમિતકુમાર રાજપૂત નામના બંને આરોપીઓની ધરપકડ બાદ હવે આરોપીઓની ઓફિસ પર ATS દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ગુજરાત ATS ની વધુ એક સફળતા, પેપર લીક કાંડમાં બે આરોપીની ધરપકડ
ઉલ્લેખનીય છે કે વડોદરામાં ભાસ્કર ચૌધરીની ઓફિસથી પેપર પકડાયું હતું અને કેતન પણ ક્યાંક આ એજ્યુકેશનના જ ધંધા સાથે જોડાયેલો હોવાથી ગુજરાત ATS દ્વારા બંને ની ઓફિસો પર દરોડા પડી સીલ કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં આશ્રમ રોડ પર આવેલી કેતન બરોટની દિશા કન્સલ્ટન્સી અને નરોડામાં અન્ય એક કન્સલ્ટન્સી ની ઓફીસને ગુજરાત ATS દ્વારા સીલ કરવામાં આવી છે.