અદાણીને વધુ એક ઝટકો, કેન્યા સાથે થયેલા કરારો રદ્દ કર્યા
નવી દિલ્હી, 21 નવેમ્બર : કેન્યાના પ્રમુખ વિલિયમ રુટોએ રાષ્ટ્રને સંબોધિત કરતા ભારતીય કંપની અદાણી ગ્રુપ સાથેના તમામ પ્રસ્તાવિત કરારો રદ કરવાની જાહેરાત કરી છે. આ કરારોમાં પાવર ટ્રાન્સમિશન અને એરપોર્ટ વિસ્તરણ જેવા મોટા પ્રોજેક્ટ્સ સામેલ હતા. કેન્યાની સરકારે અદાણી ગ્રૂપ સાથે $700 મિલિયનનો પ્રસ્તાવિત પાવર ટ્રાન્સમિશન સોદો રદ કર્યો છે.
આ ડીલ દેશમાં વીજળી ટ્રાન્સમિશન માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા અંગે હતી. વધુમાં, અદાણી ગ્રૂપ દ્વારા આંતરરાષ્ટ્રીય એરપોર્ટના વિસ્તરણ માટે $1.8 બિલિયનની દરખાસ્ત પણ રદ કરવામાં આવી છે. કેન્યાના પ્રમુખ રૂટોએ કહ્યું કે તેમની સરકારે ભારતીય કંપની અદાણી ગ્રુપ સાથેના બે મોટા પ્રસ્તાવિત કરારો રદ કર્યા છે. અમેરિકામાં અદાણી ગ્રુપ પર લાંચ લેવાના આરોપો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રમુખ રૂટોએ કહ્યું કે તેમણે કેન્યાના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નિયંત્રણ અદાણી જૂથને સોંપવાની પ્રક્રિયાને રદ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત, ઊર્જા મંત્રાલય દ્વારા ગયા મહિને અદાણી જૂથ સાથે કરવામાં આવેલ 30 વર્ષની જાહેર-ખાનગી ભાગીદારી ડીલ પણ રદ કરવામાં આવી છે. આ ડીલ કેન્યામાં પાવર ટ્રાન્સમિશન લાઇન બનાવવાની હતી.
આ પણ વાંધો :- સોમનાથ ખાતે રાજ્ય સરકારની ૧૧મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ