કચ્છ - સૌરાષ્ટ્રગુજરાત

કચ્છમાં કોંગ્રેસને ઝટકો, અંજારના પાંચ વર્ષથી વફાદાર નેતાએ અચાનક ધરી દીધુ રાજીનામું

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ ધીરે ધીરે વિખેરાઈ રહી છે. ત્યારે ચૂંટણી પહેલા જ ઘણા નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો. જોકે ચૂંટણી પુરી થયા બાદ પણ આ દોર હજુ યથાવત છે. ત્યારે અંજારમાં કોંગ્રેસ પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. અંજારના કોંગ્રેસ તાલુકા પ્રમુખે અચાનક રાજીનામું આપી દેતા રાજકાણ ગરમાયું છે.

અંજારના તાલુકા પ્રમુખએ આપ્યું રાજીનામું

કચ્છ અંજારના તાલુકા પ્રમુખ કરશન રબારીએ તાલુકા પ્રમુખે પદેથી રાજીનામું ધરી દીધુ છે. 2017થી સતત 5 વર્ષ કોંગ્રેસના તાલુકા પ્રમુખની ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે અચાનક તેમણે તાલુકા પ્રમુખ પદ્દેથી રાજીનામું આપી દેતા રાજકીય માહોલ ગરમાયું છે.  ત્યારે બીજી તરફ કોંગ્રેસ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં હારનો રિપોર્ટ હાઈકમાન્ડને સોંપાયો છે.

કરશન રબારી- hum dekhenge news
કરશન રબારી

આ પણ વાંચો: ગુજરાતમાં 5 સીટ જીતવી બળદનું દૂધ કાઢવા બરાબર હતુ, જાણો કેજરીવાલે કેમ આવું વિચિત્ર નિવેદન આપ્યું

ચૂંટણી બાદ પણ નેતાઓના રાજીનામાં

ગુજરાતમાંથી કોંગ્રેસ ધીરે ધીરે સમાપ્ત થઈ રહી છે. ત્યારે ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કેટલાય કાર્યકરો તેમજ ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. જે બાદ પણ ચૂંટણી પૂર્ણ થતા પણ આ સિલસિલો યથાવત રહ્યો છે. અને ચૂંટણી બાદ પણ નેતાઓ કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે. ત્યારે અંજારના કોંગ્રેસ તાલુકા પ્રમુખ કરશન રબારીએ અચાનક રાજીનામું ધરી દીધુ છે.

Back to top button