આંધ્રપ્રદેશમાં વિપક્ષની જાતિ આધારિત વસતી ગણતરીની માગનો નીકળ્યો તોડ..! જુઓ શું લેવાયો નિર્ણય
- ચંદ્રબાબુ નાયડુ સરકાર રાજ્યમાં કૌશલ્ય સર્વેક્ષણ શરુ કરશે
- દિલ્હી મુલાકાત દરમિયાન ચંદ્રબાબુ નાયડુએ આ મુદ્દે પ્રધાનમંત્રી પાસેથી સૂચનો માંગ્યા
અમરાવતી, 06 જુલાઈ : એક તરફ વિપક્ષી ગઠબંધન I.N.D.I. જાતિ વસ્તી ગણતરી પર ભાર આપી રહ્યું છે. ત્યારે બીજી તરફ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ અલગ પ્રકારની વસ્તી ગણતરી કરવાની હિમાયત કરી છે. TDP ચીફે સ્કીલ સેન્સસ એટલે કે કૌશલ્ય સર્વેક્ષણ શરૂ કરવાનો નિર્ણય લીધો છે. ચંદ્રબાબુ નાયડુ સરકાર આંધ્ર પ્રદેશમાં કૌશલ્ય સર્વેક્ષણ શરુ કરવા જઈ રહી છે.
નાયડુ આ મુદ્દે પીએમ મોદી પાસેથી સૂચનો માંગ્યા
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસેથી સૂચનો માંગ્યા છે. તેમણે કહ્યું છે કે દેશમાં લોકો પાસે જે કૌશલ્ય છે તેના વિશે ડેટા એકત્રિત કરવો જોઈએ. તેમણે કહ્યું કે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ મોડલને વિસ્તારવાથી દેશવાસીઓનું જીવન સુધરશે.મોદી સરકાર 3.0 માં કૌશલ્ય અને રોજગાર પર ઘણો ભાર મૂકવામાં આવી રહ્યો છે. થોડા દિવસ પહેલા પીએમ મોદીને મળ્યા બાદ ટીડીપી ચીફે કહ્યું હતું કે આંધ્ર પ્રદેશનો વિકાસ તેમની પ્રાથમિકતા છે.
આ પણ વાંચો : રાહુલ ગાંધી દુર્ઘટનાના પીડિત પરિવારોને મળશે, કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવેશ માટે પડાપડી
“અમે કેન્દ્ર પાસેથી કોઈ મંત્રી પદ માંગ્યું ન હતું”
ચંદ્રાબાબુ નાયડુએ કહ્યું છે કે, “અમે કેન્દ્ર પાસેથી કોઈ મંત્રી પદ માંગ્યું ન હતું, વાજપેયીના સમયમાં પણ અમે મંત્રી પદ માંગ્યું ન હતું, જે પણ ઓફર કરવામાં આવી હતી તે અમે સ્વીકારી લીધી હતી.” લોકસભા સ્પીકરની વાત કરતાં તેમણે કહ્યું કે તેમણે ગઠબંધન સાથે સારા સંબંધો જાળવવા માટે જ આવું કર્યું છે.
નાયડુ નાણામંત્રીને મળ્યા, આંધ્ર માટે આર્થિક મદદ માંગી
દિલ્હી પ્રવાસ દરમિયાન આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણને મળ્યા હતા અને દેવાથી ડૂબેલા રાજ્ય માટે નાણાકીય મદદ માંગી હતી. નાયડુ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાને પણ મળ્યા હતા. સૂત્રોએ જણાવ્યું કે નાયડુએ આંધ્રપ્રદેશમાં ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટનો ઉલ્લેખ કર્યો જેને તાત્કાલિક કેન્દ્રીય સહાયની જરૂર છે. મુખ્યમંત્રીને વિગતવાર મેમોરેન્ડમ પણ સુપરત કર્યું હતું. રાજ્ય સરકારના ડેટા અનુસાર, આંધ્રનું જાહેર દેવું 2019-20માં કુલ રાજ્ય સ્થાનિક ઉત્પાદન (GSDP)ના 31.02 ટકાથી વધીને નાણાકીય વર્ષ 2023-24માં 33.32 ટકા થયું છે.
આ પણ વાંચો : પ્રધાનમંત્રીએ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ કરી અર્પણ