ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

આણંદમાં કેટલાક વિસ્તારોમાં અશાંતધારાની મુદ્દત ફરી લંબાવવામાં આવી, જુઓ યાદી

Text To Speech
  • આગામી 5 વર્ષ માટે મુદ્દત રાજ્ય સરકારે કર્યો વધારો
  • અગાઉ ગત તા.31મી ડિસેમ્બર 2024એ મુદ્દત થતી હતી પુરી
  • આણંદ હિન્દુ સંગઠનોએ ફરી મુદ્દત વધારવા માંગ કરી હતી

આણંદ, 13 જાન્યુઆરી : આણંદ શહેરના કેટલાક વિસ્તારોમાં વર્ષ ૨૦૨૦માં લાગુ કરાયેલા અશાંતધારાની મુદ્દત તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ પુરી થઈ હતી. જેમાં હવે વધુ 5 વર્ષનો વધારો કરવામાં આવ્યો છે. આ અંગે અગાઉ હિન્દુ સંગઠનો દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને ૧૦ વર્ષ સુધી અશાંતધારાની મુદ્દત વધારવા આવેદનપત્ર આપ્યું હતું. અશાંતધારાના રિન્યુઅલ અંગે જિલ્લા કલેક્ટર દ્વારા સરકારમાં દરખાસ્ત મોકલવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, આણંદ શહેરમાં વર્ષ ૨૦૨૦માં નાની ખોડિયાર, ગંગદેવનગર, મોટી ખોડિયાર, લાંભવેલ રોડ, રેલવે સ્ટેશન સામેનો વિસ્તાર, ગુજરાતી ચોક, પોસ્ટ ઓફિસ, આણંદ પાલિકા, ગામડીવડ, અમૂલ ડેરી રોડ, મેફેર રોડ, જૈન ઉપાશ્રય, જૂના રસ્તા પાસે નરીમાન કોમ્પ્લેક્સ, નવા બસ મથક, ૧૦૦ ફૂટ રોડ, બેઠક મંદિર, આણંદ-વિદ્યાનગર રોડ સહિતના વિસ્તારોમાં તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી અશાંતધારો લાગુ કરાયો હતો.

જેથી અશાંતધારાની મુદ્દત ૧૦ વર્ષ સુધી લંબાવવા માટે હિન્દુ સંગઠનોના આગેવાનો, કાર્યકર્તાઓ સહિતના દ્વારા તા.૧૬ ડિસેમ્બરે લોટિયા ભાગોળ સ્થિત મહારાણા પ્રતાપ સર્કલ નજીક વિરોધ પ્રદર્શન કરી, સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી હતી તેમજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપી અશાંતધારાની મુદ્દત ૧૦ વર્ષ લંબાવવા માંગ કરી હતી.

દરમિયાન આજે રાજ્ય સરકાર દ્વારા આ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું જેમાં નીચે મુજબના વિસ્તારોમાં અશાંતધારો આગામી 5 વર્ષની મુદ્દત માટે લાગુ કરવામાં આવ્યો છે.

Back to top button