અમેરિકામાં ખાલિસ્તાનીઓએ હિન્દુ મંદિરની દીવાલો પર લખ્યા ભારત વિરોધી સૂત્રો
- ખાલિસ્તાનીઓએ ફરી એકવાર અમેરિકામાં હિન્દુ મંદિરને બનાવ્યું નિશાન
- પોલીસ આ ઘટનાની તપાસ હેટ ક્રાઈમ તરીકે કરે : હિન્દુ-અમેરિકન ફાઉન્ડેશન
કેલિફોર્નિયા,23 ડિસેમ્બર : ખાલિસ્તાનીઓએ ફરી એકવાર અમેરિકામાં એક હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. આ વખતે કેલિફોર્નિયાના નેવાર્કમાં ખાલિસ્તાનીઓએ ફરી એકવાર હિન્દુ મંદિરની દીવાલો પર ભારત વિરોધી સૂત્રો લખ્યા છે. આ ઘટનાની તસવીરો શેર કરતી વખતે અમેરિકાના હિન્દુ-અમેરિકન ફાઉન્ડેશને સોશિયલ મીડિયા પર લખ્યું કે, ખાલિસ્તાનીઓએ કેલિફોર્નિયાના નેવાર્કમાં સ્વામિનારાયણ મંદિર વાસના સંસ્થાને નિશાન બનાવ્યું છે.
US: Hindu temple wall defaced by anti-India graffiti, cops treating it as ‘hate crime’
Read @ANI Story | https://t.co/dhSyolGXuq#SwaminarayanTemple #California #Newark #America pic.twitter.com/H4vKJuXtES
— ANI Digital (@ani_digital) December 23, 2023
સંગઠને સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું છે કે, મંદિરની દિવાલો પર ખાલિસ્તાનીઓએ ખાલિસ્તાની સૂત્રો લખ્યા છે. આ માહિતી નેવાર્ક પોલીસ તેમજ નાગરિક અધિકાર અધિકારીઓને આપવામાં આવી છે. આ મામલે તપાસ કરવામાં આવશે. હિન્દુ-અમેરિકન ફાઉન્ડેશનનું કહેવું છે કે, તે આગ્રહ કરી રહી છે કે પોલીસ આ ઘટનાની તપાસ હેટ ક્રાઈમ તરીકે કરે.
કેનેડામાં પણ આવી ઘટનાઓ બની છે
The mention of the Khalistan terrorist kingpin #Bhindranwale, who targeted Hindus for murder, is specifically meant to traumatize temple goers and create a fear of violence—meeting the CA definition of a hate crime @NewarkCA_Police @CivilRights pic.twitter.com/BJb0kXhrwa
— Hindu American Foundation (@HinduAmerican) December 22, 2023
ઉલ્લેખનીય છે કે, આવી ઘટનાઓ અમેરિકાની સાથે સાથે કેનેડામાં પણ ઘણી વખત બની છે. તાજેતરમાં, કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ મધરાત્રિના સમયે સરે શહેરમાં સ્થિત એક મંદિરમાં તોડફોડ કરી હતી અને મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની હરદીપસિંહ નિજ્જરના મૃત્યુ પર લોકમતના પોસ્ટરો ચોંટાડી દીધા હતા. આરોપીઓની આ હરકત મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવીમાં પણ કેદ થઈ હતી, જેમાં બે લોકો મંદિરમાં આવતા જોવા મળે છે. બંનેએ પોતાના ચહેરા છુપાવી દીધા હતા. વાદળી પાઘડી પહેરેલા વ્યક્તિએ મંદિરના મુખ્ય દરવાજા પર ખાલિસ્તાની લોકમતના પોસ્ટર લગાવ્યા હતા. આ પછી બંને ત્યાંથી ભાગી ગયા હતા.
NIAએ નિજ્જર પર 10 લાખ રૂપિયાના ઈનામની કરી હતી જાહેરાત
ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જર, જેના પોસ્ટરો મંદિરની બહાર લગાવવામાં આવ્યા હતા, તેને આ વર્ષે 18 જૂનના રોજ કેનેડામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી અને ભારત સરકારે તેને આતંકવાદી જાહેર કર્યો હતો. જે કેનેડિયન શીખ સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલા હતા. તે પંજાબના જલંધર જિલ્લાનો રહેવાસી હતો. વર્ષ 2022ની શરૂઆતમાં, નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ ભાગેડુ ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જર પર પંજાબના જલંધરમાં એક હિન્દુ પૂજારીની હત્યાનું કાવતરું ઘડવા બદલ 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી.
આ પણ જુઓ :ભારત વિરોધી ગતિવિધિઓમાં સામેલ ખાલિસ્તાની આતંકવાદીનું પાકિસ્તાનમાં મૃત્યુ