ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં IPSને વિવાદમાં લાવનારા આરોપીની મુશ્કેલીઓ વધી

Text To Speech
  • પ્રોસિડિંગ્સ રદ કરવાની માગ સાથે કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી
  • ચાર દિવસ પહેલા એક બીજી એફ્આઈઆર પણ નોંધાવેલી
  • દુષ્કર્મકાંડના આરોપીની ક્વોશિંગ પિટિશન ફગાવાઈ ચરેલુ

અમદાવાદમાં IPSને વિવાદમાં ઘસેડનાર દુષ્કર્મકાંડના આરોપીની ક્વોશિંગ પિટિશન ફગાવાઈ છે. જેમાં હાઈકોર્ટે આ કેસમાં જ્યુડિશિયલ ઈન્ક્વાયરીની માગ પણ ફગાવી છે. તથા યોગેશ ગુપ્તા ચાંદખેડના બંગલામાં મહિલા સાથે દુષ્કર્મનો આરોપી છે. તેમાં ફરિયાદમાં જ્યુડિશિયલ ઈન્ક્વાયરી કરવા માટેના માગને પણ હાઈકોર્ટે નકારી છે.

પ્રોસિડિંગ્સ રદ કરવાની માગ સાથે કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં કાલિકા મંદિરની બાજુમાં આવેલા બંગલામાં મહિલા સાથે દુષ્કર્મના કેસમાં આરોપી યોગેશ ગુપ્તાએ તેની વિરૂદ્ધની ફરિયાદ અને પ્રોસિડિંગ્સ રદ કરવાની માગ સાથે કરેલી અરજીને હાઈકોર્ટે ફ્ગાવી દીધી હતી. આ ઉપરાંત, ફરિયાદમાં જ્યુડિશિયલ ઈન્ક્વાયરી કરવા માટેના માગને પણ હાઈકોર્ટે નકારી દીધી હતી. મહત્વનુ છે કે, આ કેસમાં પોલીસના એક ઉચ્ચ અધિકારી સામે પણ આક્ષેપ થયા હતા. હાઈકોર્ટનુ અવલોકન છે કે, આ કેસ ગંભીર પ્રકારનો છે અને કેસમાં તપાસ ચાલી રહી છે, તેથી અરજીને ગ્રાહ્ય રાખી શકાય નહીં.

ચાર દિવસ પહેલા એક બીજી એફ્આઈઆર પણ નોંધાવેલી

સુનાવણી દરમિયાન, અરજદારની રજૂઆત હતી કે, આ કેસમાં પોલીસ કોઈને છાવરી રહ્યું છે અને નિર્દોષ વ્યક્તિને ફસાવી રહી છે. આ કેસમાં જ્યુડિશિયલ ઈન્ક્વાયરીના આદેશ આપો. આ કેસના પેપર્સ અને રેકોર્ડ મગાવવામાં આવે અને તેને ચકાસો. આ સમયે હાઈકોર્ટે આરોપીને ટકોર કરેલી કે તમને આગોતરા જામીન મળેલા છે ખરા ? આ સમયે, અરજદારની રજૂઆત હતી કે તેણે આગોતરા જામીન માટે અરજી કરી નથી.

તારા ભાઈને પોક્સોના કેસમાંથી છોડાવી શકશે

ફરિયાદી મહિલાએ ફરિયાદ નોંધાવી, તેના ચાર દિવસ પહેલા એક બીજી એફ્આઈઆર પણ નોંધાવેલી હતી. જેમાં, આક્ષેપ કરાયેલા કે ઈસ્માઈલ નામનો વ્યક્તિ તેને આ સ્થળે લઈ ગયેલો અને કહેલુ કે આ વ્યક્તિ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારી છે અને તે તારા ભાઈને પોક્સોના કેસમાંથી છોડાવી શકશે. આ પછી, તે જતો રહેલો અને બંગલામાં રહેનારે તેની સાથે દુષ્કર્મ આચરેલુ છે.

Back to top button