અમદાવાદમધ્ય ગુજરાત

મેટ્રોના નવા રૂટમાં પ્રથમ દિવસે જ લાખોની કમાણી, 10 હજારથી વધુ લોકો મુસાફરી કરવા ઉમટ્યા

Text To Speech

વડાપ્રધાન મોદીએ આપેલી મેટ્રોની ભેટને અમદાવાદીઓએ સહર્ષ સ્વિકારી છે. ત્યારે ગતરોજને ઉત્તર અને દક્ષિણ ઝોનને મોટેરાથી વાસણા APMC સુધી બિજો રુટ શરુ કરવામાં આવ્યો છે. ત્યારે અમદાવાદમાં મેટ્રો ટ્રેનના બીજા રૂટ પરથી પણ સફર કરવાનું સપનું સ્થાનિકોનું સાકાર થઈ ગયું છે. જેમાં ઘણા લોકોએ મુસાફરી કરી અત્યાધુનિક ટ્રેનનો આનંદ લિધો હતો.

AHMDABAD- HUM DEKHENGE
અમદાવાદમાં મેટ્રો ટ્રેનના બીજા રૂટ પરથી પણ સફર કરવાનું સપનું સ્થાનિકોનું સાકાર થઈ ગયું

મુસાફરી કરવા લોકો ઉમટ્યા

મેટ્રો ટ્રેનમાં APMC- મોટેરા રૂટ નવો શરૂ થતાની સાથે જ પહેલા દિવસે મુસાફરોથી ટ્રેન ખીચોખીચ ભરાઈ ગઈ હતી. રિપોર્ટ્સ પ્રમાણે આ રૂટ પર 10 હજારથી વધુ લોકોએ મુસાફરી કરી હતી. ત્યારે પેહલા જ દિવસે મેટ્રો શરુ થવાના ઉત્સાહમાં લોકો મુસાફરી કરવા ઉમટી પડ્યા હતા. જેના પરીણામે પેહલા જ દિવસે કુલ દોઢ લાખ રૂપિયાની આવક થઈ હતી, જ્યારે કોરિડોર-1ના રૂટ પર 10 હજાર 149 લોકોએ મુસાફરી કરી હતી.

AHMDABAD- HUM DEKHENGE
નવો રુટ શરૂ થતાની સાથે જ પહેલા દિવસે મુસાફરોથી ટ્રેન ખીચોખીચ ભરાઈ ગઈ

બીજો રુટ પણ શરુ થતા ટ્રાફિકની સમસ્યાથી રાહત

બીજા તબક્કામાં મેટ્રો વાસણા APMCથી મોટેરા સુધી દોડતી થઈ છે. આ દરમિયાન 18 કિમીના રૂટ પર મેટ્રો ટ્રેન સેવાની શરૂઆત થતા મોટી સંખ્યામાં લોકો અહીં મુસાફરી કરવા માટે પહોંચ્યા હતા. વળી આનો બીજો ફાયદો એ છે કે અમદાવાદમાં દિવસે હોય કે રાત ટ્રાફિક હમેંશા જોવા મળે છે. તેવામાં મેટ્રો ટ્રેનની શરૂઆત થતા લોકોને આંશિક રીતે ટ્રાફિકની સમસ્યાથી રાહત પણ મળશે તથા સમય અને રૂપિયાની પણ બચત થઈ શકશે.

આ પણ વાંચો: મેટ્રોમાં મુસાફરી કરવી હોય તો ભુલી જાવ મોબાઈલ કનેક્ટિવીટી

Back to top button