ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં વિવાદિત કંપનીઓને બ્રિજની તપાસ પેનલમાં સમાવેશ કરાયો

  • શહેરના તમામ 82 બ્રિજનું ત્રણ તબક્કામાં ઇન્સ્પેક્શન થશે
  • ભાજપના સત્તાધીશો આ પેનલની નિમણૂકને મંજૂરી આપશે!
  • આશ્રમરોડ પર ઇન્કમટેક્સ બ્રિજ પાંચ લેનનો બનાવાયો

અમદાવાદમાં વિવાદિત કંપનીઓને બ્રિજની તપાસ પેનલમાં સમાવેશ કરાયો છે. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીમાં રજૂ થનારી દરખાસ્તમાં મલ્ટિમીડિયા કન્સલ્ટન્ટ, કસાડ કન્સલ્ટન્ટસનો પેનલમાં નિમણૂક થતા વિવાદ થયો છે. તેમજ ભાજપના સત્તાધીશો આ પેનલની નિમણૂકને મંજૂરી આપે છે.

આ પણ વાંચો:  આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા પૂર્ણ થતાં આ તારીખે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરાશે

શહેરના તમામ 82 બ્રિજનું ત્રણ તબક્કામાં ઇન્સ્પેક્શન કરવા

મોરબીના ઝૂલતાં પુલની દુર્ઘટના બાદ રાજ્યના તમામ રેલ્વે ઓવરબ્રિજ, રીવરબ્રિજ, અન્ડરબ્રિજ, કેનાલનો કલ્વર્ટ તથા ફ્લાય ઓવરબ્રિજનું ઇન્સ્પેક્શન અને મેઈન્ટેનન્સ માટેની સૂચના આપવામાં આવી છે. AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા શહેરના તમામ 82 બ્રિજનું ત્રણ તબક્કામાં ઇન્સ્પેક્શન કરવા સ્ટ્રક્ચરલ ડિઝાઇનના ત્રણ કન્સલ્ટન્ટની પેનલની રચના કરાઈ છે અને આ પેનલમાં વિવાદમાં સપડાયેલા મલ્ટીમીડીયા કન્સલ્ટન્ટસ પ્રા.લી, કસાડ કન્સલ્ટન્ટસ પ્રા.લીનો કન્સલ્ટન્ટની નિમણૂક કરવા પગલે વિવાદ સર્જાયો છે. મે માસમાં તેમજ ચોમાસા પછી ઓકટોબર માસમાં ઈન્સ્પેક્શન કરવા અને રીપોર્ટ તૈયાર કરીને AMCમાં સબમીટ કરવા માટેની પેનલ નક્કી કરવાની દરખાસ્ત સોમવારે યોજાનારી રોડ એન્ડ બિલ્ડીંગ કમિટીમાં રજૂ કરાશે.

આ પણ વાંચો: CBSE બોર્ડના વિદ્યાર્થીઓ હવે સ્કિલ મોડયૂલ પણ ભણશે

ભાજપના સત્તાધીશો આ પેનલની નિમણૂકને મંજૂરી આપશે!

ઔડા દ્વારા શહેરના રિંગરોડ ઉપર મુમતપુરા બ્રિજનો સ્લેબ તૂટવાની ઘટનામાં પ્રોજેક્ટ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ કંપની મલ્ટી મીડિયા પ્રા.લિ.ને હટાવી દેવામાં આવી હતી તે જ કંપનીની આ પેનલમાં નિમણૂક કરવામાં આવતાં વિવાદ સર્જાયો છે. AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓએ સ્લેબ તૂટવાની ઘટનામાં જે જવાબદાર કન્સલ્ટન્ટ એજન્સી હતી તેને દૂર કરાયા પછી હવે તે કંપનીને શહેરના તમામ બ્રિજોની તપાસ કરવા માટે પેનલમાં મૂકવામાં આવતાં પ્રશ્નો ખડા થયા છે. ઇન્ડિયન રોડ કોંગ્રેસના નિયમ મુજબ કોઈપણ શહેરમાં ચાર લેનથી વધુ લેનના ફ્લાય ઓવર બ્રિજ બનાવાતા નથી.

આ પણ વાંચો:  અમદાવાદના આ વિસ્તારમાં રૂ.13.83 કરોડના ખર્ચે અદ્યતન ફાયર સ્ટેશન બનશે

આશ્રમરોડ પર ઇન્કમટેક્સ બ્રિજ પાંચ લેનનો બનાવાયો

પરંતુ આશ્રમરોડ પર ઇન્કમટેક્સ બ્રિજ પાંચ લેનનો બનાવાયો છે. ઈન્કમટેક્સ બ્રિજના ડિઝાઇન કન્સલ્ટન્ટ તરીકે કસાડ કન્સલ્ટન્ટ પ્રાઇવેટ લિમિટેડ હતા. આ બંને કન્સલ્ટન્ટ કંપનીઓના કામગીરી સામે સવાલો ઉભા થયા છે છતાં પણ AMC અધિકારીઓએ આ બંન્ને કંપનીની હવે બ્રિજના ઇન્સ્પેક્શન માટે નિમણૂક કરી છે ત્યારે ભાજપના સત્તાધીશો આ પેનલની નિમણૂકને મંજૂરી આપે છે કે કેમ તેના પર સૌની મીટ મંડાઈ છે.

Back to top button