અમદાવાદગુજરાત

અમદાવાદમાં કમરતોડ ખાડા, જાણો-કેટલા પહોંચ્યા હોસ્પિટલ ?

Text To Speech

અમદાવાદના મોટાભાગના દરેક રસ્તા પરના ખાડાથી પીઠના દુખાવાના દર્દીઓ વધવાનું મુખ્ય કારણ બની રહ્યા છે. સિવિલ હોસ્પિટલના ઓર્થોપેડિક વિભાગમાં છેલ્લા 3 મહિનામાં જ 10 હજારથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે.

pits in ahmedabad
pits in ahmedabad

 એક માહિતી અનુસાર સોલા સિવિલમાં જૂનમાં ઓર્થોપેડિકને લગતાં 3025 કેસ નોંધાયા હતા. જુલાઇમાં તે 17 ટકા વધીને ૩૫૨૧ થયા હતા. ઓગસ્ટમાં ઓર્થોપેડિકની સમસ્યા સાથે કુલ 3587 દર્દીઓ આવ્યા હતા. આમ, બે મહિનામાં જ દર્દીઓની સંખ્યામાં 19 ટકા જેટલો વધારો નોંધાયો હતો. સોલા સિવિલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટમાં મોટાભાગના કેસ કમર-પીઠના દુઃખાવા, ફ્રેક્ચરના આવી રહ્યા છે. છેલ્લા 3 મહિનામાં માત્ર સોલા સિવિલમાંથી 10133 કેસ નોંધાઇ ચૂક્યા છે. ખાનગી હોસ્પિટલમાં પણ છેલ્લા એક મહિનાથી કમરના દુખાવા, સ્પોન્ડેલાઇસિસના દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.

Pits in Ahmedabad city
Pits in Ahmedabad city

આ અંગે એક તબીબે જણાવ્યું કે, ‘છેલ્લા એકાદ મહિનાથી જે પણ દર્દીઓ આવે છે તેમાંથી મોટાભાગના કમરના દુખાવાના હોય છે. આ સિવાય ઠોકર લાગવાથી પગમાં મચકોડ, ફ્રેક્ચર દર્દીઓ પણ વધ્યા છે. આપણે ત્યાં દર વર્ષે ખાડાની આ સમસ્યા રહેતી જ હોય છે. જેના કારણે પ્રત્યેક વાહનાચાલકે ખાડો આવે ત્યારે વાહનની ગતિ સાવ ધીમી કરી દેવી, લાંબા અંતરનું ડ્રાઇવ કરવાનું થતું હોય અને કમરના દુઃખાવાની સમસ્યા રહેતી હોય તો કમરનો બેલ્ટ પહેરવો જેવી તકેદારી રાખવી જોઇએ. ‘

Pits in Ahmedabad
Pits in Ahmedabad

 

અન્ય એક ઓર્થોપેડિકના મતે ‘અમારે ત્યાં હાલમાં જે કુલ ઓપીડી આવે છે તેમાં 30% બેક પેઇનને લગતી હોય છે. જોકે, રોડ પરના ખાડાને લીધે જ બેક પેઇનના દર્દીઓ વધ્યા છે તેમ કહી શકાય નહીં. કોરોનાએ પગપેસારો કર્યા બાદ વર્ક ફ્રોમ હોમને લીધે પણ બેક પેઇનની સમસ્યામાં વધારો થયો છે. ૫૦થી વધુ વયનો પુરુષ-૪૫થી વધુ વયની મહિલા કેલ્શિયમની સમસ્યા ધરાવતા હોય તો તેમણે ડોક્ટરોની સલાહ બાદ કેલ્શિયમની ગોળી લેવી જોઇએ. ‘ ઉલ્લેખનીય છે કે, એનસીઆરબીના વર્ષ 2021ના અહેવાલ પ્રમાણે ગુજરાતમાં ખરાબ રોડને લીધે એક વર્ષમાં 75 વ્યક્તિના મૃત્યુ થયા હતા.

Back to top button