અમદાવાદમાં 26 જાન્યુઆરીના રોજ બોમ્બ બ્લાસ્ટ ની ધમકી ભર્યો પત્ર લખનાર આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. આરોપી પ્રેમમાં પાગલ હતો અને જેને લઇ પોતાની પ્રેમિકાના દિયરને ફસાવવા માટે પત્ર લખ્યો હોવાનુ સામે આવ્યું છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતના વધુ એક સિનિયર આઈએએસ અધિકારી દિલ્હી દરબારમાં પહોંચ્યા
આરોપી યુપીના બલિયા જિલ્લાનો રેહવાસી
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ગિરફતમાં આવેલો આરોપીનું નામ આશિષ છે. તે મૂળ યુપીના બલિયા જિલ્લાનો રેહવાસી છે અને અમદાવાદ નોકરી કરે છે. આરોપીએ પોતાની પ્રેમિકાના દિયર ને ફસાવવા માટે એક પત્ર લખ્યો હતો. પરંતુ તેની ચાલાકી કામ ના આવી અને પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે. આરોપીની તપાસમાં સામે આવ્યું છે તે એક મહિલાના એક તરફી પ્રેમમાં હતો અને જેની જાણ મહિલાના દિયર ઓમપ્રકાશને થઈ હતી જેથી ઓમપ્રકાશ દ્વારા આરોપી આશિષને ધમકી આપવામાં આવી હતી કે તે તેની ભાભીને હેરાન કરવાનો બંધ કરી દે જેથી બદલો લેવા માટે તેને આવું કર્યું હતુ.
આ પણ વાંચો: અમદાવાદમાં જમીનોના ભાવ રોકેટ ગતિએ વધશે, જાણો ઔડાનો નવો ડેવલોપમેન્ટ પ્લાન
બલિયામાં એક પેથોલોજીમાં કામ કરતો
આરોપી આશિષ યુપી, હરિયાણા સહિત ગુજરાતમાં અલગ અલગ જગ્યા નોકરી કરી ચૂક્યો છે. અને જ્યારે તે બલિયામાં એક પેથોલોજીમાં કામ કરતો હતો ત્યારે ઓમપ્રકાશની પથરીની સારવાર માટે તે પોતાની ભાભીને લઈને ગયો હતો. ત્યાં આરોપી સાથે મુલાકાત થઈ હતી અને નંબરની આપ લે થઈ હતી. હાલ આરોપીની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: વડોદરામાં પરિણીતાને વિધર્મીથી પ્રેમ કરવો ભારે પડ્યો, અંજામ જાણી રૂવાટા ઉભા થશે
અમદાવાદ પોલીસ કમિશનરને એક પત્ર મળ્યો
ઘટનાની વિગત વાર વાત કરીએ તો અમદાવાદ પોલીસ કમિશનરને એક પત્ર મળ્યો હતો અને જેમાં અમદાવાદમાં અલગ અલગ જગ્યા બોમ્બ બ્લાસ્ટની ધમકી આપવામાં આવી હતી. મહત્વ નું છે કે પત્રમાં ઓમપ્રકાશ નામ સાથે એક મોબાઇલ નંબર પણ લખવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા ઇસનપુર ગઈ અને ખ્યાલ આવ્યો કે ઓમપ્રકાશ 22 જાન્યુઆરીના રોજ 10 દિવસ માટે વતન ગયો છે. પોલીસે તપાસ કરતા કરતા મૂળ આરોપી આશિષ સુધી આવી ગઈ હતી અને તેને પકડી તપાસ કરતા જાણવા મળ્યું કે આરોપી ઓમપ્રકાશની ભાભીને છેલ્લા 1 વર્ષ થી એક તરફી પ્રેમ કરતો હતો અને જેને લઇ ઓમપ્રકાશ સાથે તેનો ઝગડો થયેલો હતો. 20 જાન્યુઆરીના રોજ બલિયાથી અમદાવાદ આવીને રેલ્વે સ્ટેશન ઉપર પત્ર લખી ઓમપ્રકાશને ફસાવવા માટે મોકલી આપ્યો હતો.