અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેક્સ ભરવાનો બાકી એવી 896 મિલકત સીલ કરવામાં આવી છે. તેમજ રૂ. 9.59 કરોડનો દંડ વસૂલાયો છે. તેમજ 100 ટકા વ્યાજ માફી સ્કીમ સાથે સઘન સીલિંગ ઝુંબેશ ચાલી રહી છે. તેમાં મિલકતોના પાણી, ગટરના કનેક્શન કાપવા સહિતના આકરાં પગલાં લેવાયા છે. જેમાં 35 મિલકત સહિત કુલ 896 મિલકત સીલ કરાઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્વે ભાજપના 10 જિલ્લા પ્રમુખો બદલાશે, જાણો કોણ જશે
212 મિલકત સીલ કરવા સાથે રૂ. 9.59 કરોડની વસૂલાત કરી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા મિલકતવેરાના કરોડોના બાકી લેણાંની વસૂલાત માટે સીલિંગ ઝૂંબેશના ભાગરૂપે મંગળવારે એક જ દિવસમાં 896 મિલકત સીલ કરી છે. શહેરના મધ્ય ઝોનમાં સૌથી વધુ 212 મિલકત સીલ કરવા સાથે રૂ. 9.59 કરોડની વસૂલાત કરી છે. મ્યુનિ. દ્વારા ટેક્ષની મહત્તમ રકમ વસૂલવા માટે બાકી લેણાં પરના વ્યાજમાં 100 ટકા વ્યાજ માફી સ્કીમ અમલમાં મૂકી છે અને તેની સાથે સાથે ટેક્ષ નહીં ભરનાર બાકીદારોની મિલકતોના પાણી, ગટરના કનેક્શન કાપવા સહિતના આકરાં પગલાં લેવાયા છે.
આ પણ વાંચો: 15 ગુજરાત વિધાનસભાનું પહેલું બજેટ સત્ર જાણો કેટલા દિવસનું રહેશે
ટેક્ષ નહીં ભરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી
મ્યુનિ. પ્રોપર્ટી ટેક્ષ વિભાગ દ્વારા બાકી લેણાં વસૂલવા નોટિસો આપવા છતાં ટેક્ષ નહીં ભરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. AMC દ્વારા સીલિંગ ઝૂંબેશના ભાગરૂપે મધ્ય ઝોનમાં ગિરધરનગર, રંગીલા શેરી, મહેંદી કુવા, ચમનુપરા, હલીમની ખડકી, રાયપુર, ગીતામંદિર, રેંટિયાવાડી, દૂધેશ્વવ્ર, વગેરે સ્થળે 212 મિલકત સીલ કરાઈ હતી. ઉત્તર ઝોનમાં કુબેરનગર, અનાર એસ્ટેટ, દેવરાજ મોલ, વગેરેમાં 158, દક્ષિણ ઝોનમાં લાટી બજાર, ગુડલક બેરલ વગેરેમાં 195, પૂર્વ ઝોનમાં માધવ એસ્ટેટ, રામોલ, વગેરેમાં 115, પિૃમ ઝોનમાં લો ગાર્ડન, આમ્રકુંજ, ચાંદખેડા, નવરંગપુરા, આશ્રમરોડ, નારણપુરા, વગેરેમાં 98, ઉત્તર- પિૃમ ઝોનમાં સહજાનંદ કોમ્પ્લેક્સ, સુંદરમ આરકેડ, આકાશ ટાવર, વગેરેમાં 83 અને દક્ષિણ- પશ્ચિમ ઝોનમાં દેવ પ્રાઈમ, સાગર કોમ્પ્લેસ, વગેરેમાં 35 મિલકત સહિત કુલ 896 મિલકત સીલ કરાઈ છે.