ગુજરાતચૂંટણી 2024ટ્રેન્ડિંગબિઝનેસ

અમદાવાદમાં ઉદ્યોગપતિ ગૌતમ અદાણીએ લાઇનમાં ઊભા રહીને આપ્યો મત

Text To Speech
  • ગૌતમ અદાણી પોતાનો વોટ નાખ્યા બાદ પોતાની શાહીવાળી આંગળી બતાવી
  • લોકોને બહાર આવીને મતદાન કરવાની કરી અપીલ

અમદાવાદ, 7 મે 2024, લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કા હેઠળ, આજે એટલે કે 7 મે, 2024ના રોજ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર પ્રતિનિધિઓને ચૂંટવા માટે મતદાન થઈ રહ્યું છે. આ બેઠકો પર સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. આ પહેલા પીએમ મોદીએ ત્રીજા તબક્કામાં મતદાનનો રેકોર્ડ બનાવવાની અપીલ કરી હતી.

અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી પોતાનો આપ્યો વોટ
દેશભરમાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામી ગયો છે, ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ ચાલુ થઈ ગયું છે. લોકોએ સવારથી જ લાઈનમાં ઊભા રહીને મત આપવાની શરૂઆત કરી હતી. ત્યારે રાજ્યના દિગ્ગજ નેતાઓ પણ મત આપવા માટે વહેલી સવારથી મતદાન મથકે પહોંચી ગયા હતા. આજનો દિવસ લોકસભાની ઘણી બેઠકો માટે તેમજ અનેક રાજકીય અગ્રણીઓ માટે ખાસ છે. ત્યારે લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી પોતાનો મત આપવા ગુજરાતના અમદાવાદમાં એક મતદાન મથક પર પહોંચ્યા હતા. તેઓ પોતાનો વોટ આપવા માટે પોતાના વારાની રાહ જોતા કતારમાં ઉભા જોવા મળ્યા હતા. આ પછી ગૌતમ અદાણી પોતાનો વોટ નાખ્યા બાદ પોતાની શાહીવાળી આંગળી બતાવતા જોવા મળ્યા હતા.

ગૌતમ અદાણીએ મતદાન કર્યા બાદ શું કહ્યું ?
મતદાન કર્યા બાદ ગૌતમ અદાણીએ કહ્યું કે આજે લોકશાહીનો તહેવાર છે અને હું લોકોને અપીલ કરું છું કે બહાર આવીને મતદાન કરો. ભારત પ્રગતિ કરી રહ્યું છે અને આગળ પણ આગળ વધશે. અદાણી ફાઉન્ડેશનના ચેરપર્સન પ્રીતિ અદાણી પણ ગૌતમ અદાણી સાથે મતદાન કરવા પહોંચ્યા હતા.

આ પણ વાંચો..વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીમાં મતદાન કરવા અમદાવાદ આવ્યા

Back to top button