અમદાવાદગુજરાતટોપ ન્યૂઝબિઝનેસમધ્ય ગુજરાત

અમદાવાદમાં CGST ઈન્સ્પેકટર રૂ.દોઢ લાખની લાંચ લેતા ઝડપાયા

Text To Speech

અમદાવાદમાં એસીબીએ ટ્રેપમાં મોટી સફળતા મેળવી છે. CGST વિભાગના અધિકારીને એસીબીએ લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે. વર્ગ-2ના કર્મચારીને રૂ.દોઢ લાખની લાંચ માંગી હોય જેને એસીબીએ છટકું ગોઠવી ઝડપી લીધા હતા. જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીના પગલે લાંચ લેતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

શા માટે માંગી હતી લાંચ ?

મળતી માહિતી મુજબ, આ કામના ફરીયાદી ટેક્ષ કન્સલ્ટન્ટનું કામ કરે છે. તેમનાં ક્લાયન્ટને વર્ષ ૨૦૧૫-૧૬ અને ૨૦૧૬-૧૭ માં સર્વિસ ટેક્ષ નહી ભરેલ હોવા અંગેની ચાલુ વર્ષે ઓગષ્ટ મહીનામાં બે નોટીસ મળેલ હતી. જેથી તેમના વતી આ કામના ફરિયાદી આંબાવાડી ખાતે આવેલ સી.જી.એસ.ટી કચેરીના વિભાગ ખાતે હીયરીંગમાં હાજર રહેલ હતા અને પોતાના ક્લાયન્ટને કોઇ ટેક્ષ ભરવાનો થતો ન હોવા અંગે લેખીતમાં જવાબ પણ કરેલ હતો. તેમ છતાં CGST વિભાગના ઈન્સ્પેક્ટર અરવિંદકુમાર લખેન્દ્રસીંહ દ્વારા તેમને રૂ.15,00,000/- ટેક્ષ ભરવાનો થતો હોવાનું જણાવેલ અને ન ભરવો હોય તો ૧૦% લેખે ૧,૫૦,૦૦૦/- ની માગણી કરેલ હતી પરંતુ ફરીયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોઇ એ.સી.બી નો સંપર્ક કરતાં ફરીયાદીની ફરીયાદ આધારે લાચનું છટકું ગોઠવવામાં આવેલ અને છટકા દરમ્યાન આરોપી અરવિંદકુમાર લખેન્દ્રસીંહે પોતાની ઓફીસમાં ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં રૂ.દોઢ લાખ સ્વીકાર કર્યા હતા.

એસીબીની ટીમ તુરંત જ ત્રાટકી

દરમિયાન આ વહીવટ પૂર્ણ થતાની સાથે જ તુરંત જ એસીબીની અમદાવાદ ગ્રામ્ય પો.સ્ટેના ટ્રેપીંગ અધિકારી પીઆઈ એસ.એન.બારોટ અને ટીમ ત્રાટકી હતી. જેઓએ અધિકારી અરવિંદકુમાર લખેન્દ્રસીંહને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી લીધા હતા અને તે રકમ કબ્જે કરી તેની અટકાયત કરી હતી.

Back to top button