અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

અમદાવાદના CTM બ્રિજ પર મહિલાને કચડનારને શોધવા પોસ્ટર મૂકી માંગી મદદ, આરોપીને પકડવામાં પોલીસ નિષ્ફળ

  • CTM બ્રિજ પર મહિલાને કચડનારને શોધવા ફુઆએ પોસ્ટર મૂક્યું
  • 19 જુલાઈના રોજ ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લીધી હતી
  • એક મહિના પછી પણ આરોપી ઝડપાયો નથી

અમદાવાદમાં સતત અકસ્માતની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં અનેક નિર્દોષ જીવ ગુમાવી રહ્યા છે. કેટલાક પરિવાર નિરાધાર થઈ રહ્યા છે. અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પણ અકસ્માતમાં 10 લોકોા મોત થયા છે. જ્યા ક્યાંય સીસીટીવી કેમેરા કે સ્પીડ લિમિટના બોર્ડ લગાવવામાં આવ્યા નથી. જેના કારણે વાહનચાલકો બેફામ વાહન હંકારી લોકોના જીવ લઈ રહ્યા છે. ઈસ્કોન બ્રિજ અકસ્માતના મામલે હાલ આરોપીઓ વિરુદ્વ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતું સીસીટીવીના અભાવે સીટીએમ બ્રિજ પર સર્જાયેલા અકસ્માતમાં એક મહિનો થયા બાદ પણ અકસ્માતનો ભોગ બનેલી મહિલાના પરિવારને ન્યાય મળ્યો નથી.

19 જૂનના રોજ ડમ્પર ચાલકે મહિલાને કચડી નાખી

અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,સીટીએમ ચાર રસ્તા પાસે આવેલા હનુમાન નગર-1 ચાલીમાં રહેતા અનિતાબેન પટણી લસણની લારી ચલાવી અને પોતાનું ગુજરાત ચલાવતા હતા. તેમને પરિવારમાં પતિ સહિત પાંચ વર્ષનો દીકરો પણ છે. દરરોજની જેમ 19 જૂનના રોજ વહેલી સવારે તેઓ લસણની લારી લઈને સીટીએમ બ્રિજ ઉપરથી પસાર થતા હતા. ત્યારે તેમને અકસ્માત નડ્યો હતો. વહેલી સવારે એક ડમ્પર ચાલકે પૂરપાટ ઝડપે ડમ્પર હંકારી તેમને અડફેટે લીધા હતા. જેથી તેમનું મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જયા બાદ અજાણ્યો ચાલક ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતને લઈ પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા ચાલકને પકડવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે. પરંતુ 1 મહિનો વીતી ગયો હોવા છતાં આજદિન સુધી અકસ્માત સર્જનાર પકડાયો નથી. જેથી આ અકસ્માતની અંદર આરોપીને પકડવા માટે તેમના ભાઈ અજયભાઈ, તેમના ફુવા અને સ્થાનિક લોકો દ્વારા આરોપીને પકડવા એક પોસ્ટર બનાવવામાં આવ્યું હતું.

ctm અકસ્માત-humdekhengenews

એક મહિના પછી પણ આરોપી પકડાયો નથી

પોસ્ટરમાં લખ્યું હતું કે, અનિતાબેનનું સીટીએમ બ્રિજ ઉપર અજાણ્યા વાહનચાલકે ટક્કર મારીને જતા અકસ્માત થયો છે, જો કોઈ રાહદારીએ આ ઘટના જોઈ હોય અથવા વાહન નંબર ખબર હોય તો તેની જાણકારી આપવામાં આવે. તેમને પાંચ વર્ષનો નાનો બાળક પણ છે. ગરીબ ઘરની મહિલાના આરોપીને પકડવા માટે થઈ મદદ કરો. મૃતક અનિતાબેનના ભાઈ અજય ભાઈએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારી બહેન સીટીએમ બ્રિજ ઉપરથી લારી લઈ અને જતી હતી. ત્યારે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારી હતી અને તેના કારણે તેનું મૃત્યુ થયું છે. આજે એક મહિના બાદ પણ મારી બહેનનો આરોપી પકડી શકાયો નથી.

સીસીટીવીના અભાવે કોઈ પુરાવા મળતા નથી

બ્રીજ ક્યાંય પણ સીસીટીવી કેમેરા ન હોવાના કારણે અકસ્માતમાં કોઈ પણ ઘટનાના પૂરાવા કે માહિતી મળતી નથી. સાબરમતી વિસ્તારમાંમહ આવેલા ચીમનભાઈ પટેલ બ્રિજના સાબરમતી તરફના છેડા ઉપર બે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જો કે, એ સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોય તેવું જોવા મળ્યું હતું. આ કેમેરા કોણે લગાવ્યા તેની કોઈ માહિતી મળી નથી. પરંતુ આ બંને સીસીટીવી કેમેરા તૂટેલી અને બંધ હાલતમાં જોવા મળ્યા હતા.

ctm અકસ્માત-humdekhengenews

લોકો બેફામ વાહનો ચલાવે છે

શહેરના વિવિધ બ્રિજ ઉપર ક્યાંય શરૂઆતથી લઈ વચ્ચેના ભાગ કે અંત સુધી સીસીટીવી કેમેરા લગાવેલા નથી. બ્રિજ ઉપર લોકો બેફામ ફુલ સ્પીડમાં વાહન ચલાવતા હોય છે. જેના કારણે અકસ્માત સર્જાવાની ભીતિ જોવા મળતી હોય છે. અને ઘણીવાર ગંભીર અકસ્માતો સર્જાઈ પણ જતા હોય છે.

 આ  પણ વાંચો : ઇસ્કોન બ્રિજ અકસ્માત : કારમાં હાજર યુવતીએ કર્યો ખુલાસો, કહ્યું- ” મે તથ્યને કહ્યું હતું કાર ધીમી ચલાવ પણ તે માન્યો નહી”

Back to top button