અમદાવાદમાં કાર ચાલકને એડ્રેસ આપવું યુવકને ભારે પડ્યું, સરનામું પૂછવાના બહાને બેભાન કરી ઠગોએ લૂંટ્યો
- સરનામું પૂછવાના બહાને યુવકને બેભાન કરી લૂંટ્યો
- દિલ્હી જઈને યુવકે નોંધાવી ફરિયાદ
- યુવકે ફરિયાદ નોંધાવતા પોલીસે બે ઠગની કરી ધરપકડ
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લૂંટ અને ચોરીની ઘટનાઓ સતત વધતી જોવા મળી રહી છે. લોકો ખુલ્લેઆમ ગુનો આચરી રહ્યા છે.ત્યારે આવા લોકોને પકડી પાડવા અને આ પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. એવામાં અમદાવાદમાં દિલ્હીના યુવકને ઠગોએ લૂંટ્યો હોવાની ઘટના સામે આવતા પોલીસે તપાસના ચક્રોગતિમાન કરી ઠગોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા છે.
“મારા હાથમાં સરસ સુગંધ આવે છે”હાથ સૂંઘતા જ શખ્સ બેભાન
આ અંગે અહેવાલ થકી મળતી માહિતી અનુસાર,અમદાવાદ શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલી એક હોટલમાં દિલ્હીની ઓબિટી ટેકસટાઇલ કંપનીના માર્કેટિંગ મેનેજર મુકેશભાઈ કુકરેતી એક મહિના પહેલા કામ માટે આવ્યા હતા.મુકેશભાઈ અમદાવાદની એક હોટેલમાં રોકાયા હતા.અમદાવાદનું કામ પૂર્ણ કરી મુકેશભાઈ બીજે દિવસે વડોદરા જવા નીકળ્યા હતા.પોતાની હોટલથી મેટ્રો સ્ટેશન તરફ ચાલીને જઈ રહ્યા હતા.તે દરમિયાન નારણપુરા ઈન્કમટેકસ અંડરબ્રિજ પાસે એક કાર ચાલકે મુકેશભાઈ પાસે સરનામું પૂછવામાં બહાને પોતાની કાર ઊભી રાખી હતી.આ દરમિયાન કાર ચાલકની બાજુમાં બેઠેલા વ્યક્તિએ મુકેશભાઈનો હાથ પકડી કહ્યું હતું કે,તમારા હાથમાં સરસ સુગંધ આવે છે.તેમ કહેતા મુકેશભાઈએ પોતાનો હાથ સુંઘતા બેભાન થઈ ગયા હતા.
પોલીસે ગણતરીના કલાકોમાં ઠગોની ધરપકડ કરી
આરોપીઓએ મુકેશભાઈને બેભાન કરી સોનાની વીંટી અને રોકડા 18000 લઇને નાસી છૂટ્યા હતા. જે બાદ મુકેશભાઈને ભાન આવતા તેમની સાથે લૂંટ થઈ હોવાની જાણ થતા તેમના દ્વારા આ મામલે દિલ્હી પહોંચી ઓનલાઇન અરજી કરી હતી.જે અંગે એક મહિના બાદ ફરિયાદ પણ નોંધાવી હતી. લૂંટ અમદાવાદમાં થઈ હોવાથી આ કેસ અમદાવાદ પોલીસને ટ્રા્ન્સફર કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસને ફરિયાદ મળતા ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે.હાલ પોલીસે મુકેશભાઈની ફરિયાદને આધારે બંને ભાઈઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે બંને ભાઈઓએ અગાઉ પણ બોડકદેવ વિસ્તારમાં કોઈ સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. ત્યારે હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે બંને ભાઈઓએ અન્ય કોઈ ગુનો આચર્યા છે કે નહીં તે મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: તથ્ય સામે આજે કોર્ટમાં 5000 પાનાની ચાર્જશીટ કરાશે રજૂ