કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

એક જ દિવસમાં, એક જ ટ્રેનમાં 504 ખુદાબક્ષ પાસેથી લાખોનો દંડ વસુલાયો

Text To Speech
  • ટ્રેનની ટિકિટ ચેકિંગ આવકમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન
  • ભાવનગર ડિવિઝનના ટિકિટ ચેકિંગ સ્ટાફે માત્ર એક ટ્રેનમાં અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો પાસેથી રૂ. 4.41 લાખ વસૂલ્યા

ભાવનગર રેલવે: લોકોને ટીકીટ વગર અને નિયમો વિરૂધ્ધ ટ્રેનમાં મુસાફરી કરતા અટકાવવા માટે ભાવનગર ડીવીઝનમાં તારીખ 07/11/2023 ને મંગળવારના રોજ ભાવનગર ટર્મિનસ સ્ટેશન ખાતે ખાસ ટીકીટ ચકાસણી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

ટિકિટ ચકાસણી ઝુંબેશમાં ભાવનગર-આસનસોલ સુપરફાસ્ટ (12941)ની એક જ ટ્રેનમાંથી 504 કેસ બનાવવામાં આવ્યા હતા, જેમાં ટિકિટ વગર અને અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા મુસાફરો પાસેથી કુલ રૂ. 4.41 લાખની વસૂલાત કરવામાં આવી હતી. ટ્રેનની ટિકિટ ચેકિંગ આવકમાં આ અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.

ટિકિટ ચેકિંગ ઝુંબેશમાં 10 નો સ્ટીટાફ તૈનાત કરાયો

આ ટિકિટ ચેકિંગ ઝુંબેશમાં 10 ટિકિટ ચેકિંગ સ્ટાફની ટીમ તૈનાત કરવામાં આવી હતી. ભાવનગર ડિવિઝનના આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજર અને આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજરની દેખરેખ હેઠળ ટિકિટ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ડિવિઝનને આ નોંધપાત્ર સિદ્ધિ મળી છે.

ટિકિટ ચકાસણી ઝુંબેશ ચાલુ…

સમગ્ર ભાવનગર રેલવે ડિવિઝનમાં ટિકિટ ચકાસણી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જરૂરિયાત અને ફરિયાદ મુજબ પ્રમુખ ટ્રેનોને પણ ટાર્ગેટ કરીને વિશેષ તપાસ કરવામાં આવી રહી છે. ભાવનગર ડિવિઝન દ્વારા ટિકિટ ચેકિંગમાં એપ્રિલ 2023થી ઓક્ટોબર 2023 સુધીમાં ટિકિટ વિના/અનિયમિત ટિકિટ પર મુસાફરી કરતા 38089 મુસાફરો પાસેથી રૂ. 2.55 કરોડની વસૂલાત કરવામાં આવી છે.

ભાવનગર ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજરે ટીકીટ ચેકીંગ સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની રેકોર્ડબ્રેક કામગીરી બદલ પ્રશંસા કરી હતી અને તમામ રેલ્વે મુસાફરોને યોગ્ય ટીકીટ ખરીદીને મુસાફરી કરવા અપીલ કરી હતી.

આ પણ વાંચો: આણંદ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં કુલ 7,213 અરજીઓ મળી

Back to top button