હરિયાણા, ગુરુગ્રામના ભોરા કલાન વિસ્તારમાં આવેલ એક મસ્જિદમાં કેટલાક અજાણ્યા લોકોએ મસ્જિદમાં ઘુસી તોડફોડ મચાવી હતી. લોકો મસ્જિદમાં નમાજ અદા કરી રહ્યા હતા. તે જ સમયે ઘુસી આવેલા ટોળાએ મુસ્લિમોને વિસ્તાર છોડી દેવાની ધમકી પણ આપી હતી. ત્યારે પોલીસે આ કેસમાં અનેક લોકો સામે ગુનો નોંધ્યો છે.
કેટલાક બદમાશોએ સ્થાનિક મસ્જિદમાં તોડફોડ કરી લોકોને માર માર્યો
હરિયાણાના ગુરુગ્રામ પોલીસે મસ્જિદમાં કથિત રીતે તોડફોડ કરવા અને ત્યાંના લોકો પર હુમલો કરવા બદલ કેટલાક અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધ્યો છે.આ કથિત ઘટના હરિયાણા ગુરુગ્રામના ભોરા કલાન વિસ્તારમાં સાંજના સમયે બની હતી. એફઆઈઆર મુજબ, વિસ્તારના કેટલાક બદમાશોએ સ્થાનિક મસ્જિદમાં તોડફોડ કરી, લોકોને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. એફઆઈઆરમાં જણાવામાં આવ્યુ છે કે બદમાશો તે પછી મસ્જિદના દરવાજાને તાળું મારી દીધું અને ભાગી ગયા હતા.હરિયાણાના ગુરુગ્રામ પોલીસે મસ્જિદમાં કથિત રીતે તોડફોડ કરવા અને ત્યાંના લોકો પર હુમલો કરવા બદલ કેટલાક અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધ્યો છે.
લોકોને વિસ્તાર છોડી દેવાની ધમકી આપી
બિલાસપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર સુબેદાર નઝર મોહમ્મદે જણાવ્યું હતું કે ભોરા કલાનમાં માત્ર ચાર મુસ્લિમ પરિવારો રહે છે. બુધવારે, જ્યારે તે અને અન્ય લોકો મસ્જિદમાં નમાઝ અદા કરી રહ્યા હતા, ત્યારે કેટલાક લોકોએ અંદર ઘુસીને તેમના પર હુમલો કર્યો. મોહમ્મદે એવો પણ દાવો કર્યો હતો કે બદમાશોએ તેમને વિસ્તાર છોડી દેવાની ધમકી આપી હતી. જે મુજબ પોલિસે IPCની કલમ 295-A (ઈરાદાપૂર્વક ધાર્મિક માન્યતાઓને ભડકાવવી), 323 (સ્વેચ્છાએ ઠેસ પહોંચાડવી), 506 (ગુનાહિત ધાકધમકી), 147 (હુલ્લડો), 148 (શસ્ત્રો લઈને રમખાણો) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
આરોપીની ધરપકડ નહીં થતા લોકો ભયભીત
બનાવની વિગત મુજબ ગુરુગ્રામના એક ગામમાં 200થી વધારે લોકોના ટોળાએ એક મસ્જિદમાં તોડફોડ કરી અને ત્યાં નમાઝ અદા કરી રહેલા લોકો પર હુમલો કર્યો અને તેમને ગામમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપી. પોલીસે ભોરા કલા ગામમાં રાતે થયેલી ઘટનાને લઈને એફઆઈઆર નોંધી લીધી છે પરંતુ ગુરુવાર સાંજ સુધી કોઈ પણ આરોપીની ધરપકડની માહિતી નહીં મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો:ઈરાકના નવા રાષ્ટ્રપતિ તરીકે અબ્દુલ લતીફ રાશિદ ચૂંટાયા, હવે નવી સરકારની રાહ આસાન થઈ