કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, વધુ બે સંગઠનો અને શખસને આંતકવાદી સંગઠન જાહેર કરાયા
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA), કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના માર્ગદર્શન હેઠળ આજે વધુ એક વ્યક્તિને હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડા અને બે સંગઠનો – ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF) અને જમ્મુ અને કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF) આતંકવાદી સંગઠનો તરીકે નિયુક્ત કર્યા છે. આ બંને સંગઠનોને આતંકવાદી સંગઠન જાહેર કર્યા બાદ હવે કાયદાની પ્રથમ સૂચિ હેઠળ કુલ 44 ઘોષિત આતંકવાદી સંગઠનો છે.
કોણ છે હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડા?
હરવિંદર સિંહ સંધુ ઉર્ફે રિંડાને આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે. સંધુ આતંકવાદી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI) સાથે સંકળાયેલો છે અને હાલમાં તે સરહદ પાર એજન્સીઓના રક્ષણ હેઠળ પાકિસ્તાનના લાહોરમાં છે અને ખાસ કરીને પંજાબમાં વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. આ ઘોષણા સાથે, હવે UAPAના ચોથા શિડ્યુલમાં 54 નિયુક્ત આતંકવાદીઓ છે.
ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)
આ એક આતંકવાદી સંગઠન છે અને તેનો ઉદ્દેશ પંજાબમાં આતંકવાદને પુનર્જીવિત કરવાનો છે અને ભારતની પ્રાદેશિક અખંડિતતા, એકતા, રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વભૌમત્વને પડકારે છે અને પંજાબમાં લક્ષિત હત્યા સહિત વિવિધ આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપે છે.
જમ્મુ અને કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF)
આ ઘૂસણખોરીના પ્રયાસો, ડ્રગ અને શસ્ત્રોની દાણચોરી અને જમ્મુ અને કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં આતંકવાદી હુમલાઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે. તે લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, તહરીક-ઉલ-મુજાહિદ્દીન, હરકત-ઉલ-જેહાદ-એ-ઇસ્લામી વગેરે જેવા વિવિધ આતંકવાદી સંગઠનોમાંથી તેના સભ્યોની ભરતી કરે છે.