યુક્રેનને મોટો ફટકો, હંગેરીએ 55 અબજ ડોલરના ભંડોળ પર પ્રતિબંધ મૂક્યો
હંગેરી, 15 ડિસેમ્બર 2023ઃ યુરોપિયન યુનિયનના સભ્યપદ માટે વાટાઘાટો પર સમજૂતીના થોડા કલાકો બાદ જ હંગેરીએ યુક્રેનને મોટો ઝટકો આપ્યો છે. યુક્રેન માટે સભ્યપદ માટેની વાટાઘાટો જે હેતુ સાથે શરૂ કરવામાં આવી હતી તે જ હેતુ હવે નિષ્ફળ જતો હોય તેમ લાગે છે. યુરોપિયન યુનિયન દ્વારા યુક્રેનને 55 બિલિયન ડોલરની રકમ આપવાની હતી પરંતુ હંગીરે તેને મંજૂરી આપી ન હતી.
વિક્ટર ઓર્બનના અવરોધ બાદ ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન માર્ક રુટેનું નિવેદન આવ્યું છે. તેમણે કહ્યું છે કે અમારી પાસે હજુ પણ સમય છે, યુક્રેન પાસે આગામી કેટલાક અઠવાડિયા સુધી આ યુદ્ધ લડવા માટે પૈસા છે. જો કે, ઓર્બન વિશે એવો પણ મત છે કે તે આ બધું શો માટે કરી રહ્યો છે. વાસ્તવમાં, તે યુક્રેનની સદસ્યતાનો વિરોધ કરી રહ્યો છે પરંતુ ગઈકાલે જ્યારે આ મુદ્દે મતદાન થયું ત્યારે તે સમિટ રૂમની બહાર હતા. ઘણા લોકો તેને પૂર્વ આયોજિત માનતા હતા.
હંગેરીએ આ પહેલા પણ વિરોધ કર્યો
યુક્રેનને યુરોપિયન યુનિયનના સભ્યપદ અંગેની વાટાઘાટો મંજૂર કરવામાં આવી ત્યારે પણ હંગેરિયન સરકારે અવરોધો ઊભા કર્યા હતા.હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઓર્બનનું માનવું છે કે યુક્રેન હજુ યુરોપિયન યુનિયનના સભ્યપદ માટે સંપૂર્ણ રીતે તૈયાર નથી.યુનિયનના 27માંથી 26 દેશો યુક્રેનની સાથે છે, જ્યારે હંગેરી સતત યુક્રેનનો વિરોધ કરવા પર વળેલું છે.
યુક્રેન સાથેના યુદ્ધ વચ્ચે રશિયાની ભારતને વધુ એક મોટી ઓફર
ભંડોળની અછતના કારણે સંઘર્ષ
યુક્રેનને હંગેરી તરફથી આ ફટકો ત્યારે પડ્યો છે જ્યારે તે પહેલેથી જ ભંડોળની અછત કારણે સંઘર્ષ કરી રહ્યું છે. યુક્રેન અમેરિકા પાસેથી મદદની અપેક્ષા રાખે છે પરંતુ ત્યાં પણ વાતચીત થઈ રહી નથી. રિપબ્લિકન પાર્ટીના મોટાભાગના નેતાઓ યુક્રેનને વધુ ફંડ ન આપવાના પક્ષમાં છે. અહીંથી યુક્રેન કયો રસ્તો અપનાવે છે તેના પર દુનિયાની નજર રહેશે.