ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

આતંકવાદી જૂથ સામે સરકાર એક્શનમાં, NIAએ ચાર રાજ્યોમાં પાડ્યા દરોડા

Text To Speech

નવી દિલ્હી, 18 ડિસેમ્બર: આતંકવાદ વિરોધી એજન્સી NIAએ આજે સવારે ISIS નેટવર્ક કેસમાં ચાર રાજ્યોમાં 19 સ્થળોએ દરોડા પાડ્યા હતા. કર્ણાટક, ઝારખંડ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કેટલાક સ્થળો પર એજન્સી કાર્યવાહી કરી રહી છે. જો કે, ગયા સપ્તાહે જ કેન્દ્રીય આતંકવાદ વિરોધી એજન્સીએ મહારાષ્ટ્રમાં 40થી વધુ સ્થળોએ દરોડા પાડ્યા હતા અને 15ની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક ISIS મોડ્યુલનો લીડર હતો.

કર્ણાટકમાં 19 ઠેકાણે કાર્યવાહી હાથ ધરાઈ

મળતી માહિતી અનુસાર, NIAએ કર્ણાટકમાં જ 19 ઠેકાણે સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે. અગાઉ કેન્દ્રીય એજન્સીએ 13 ડિસેમ્બરે બેંગલુરુમાં કેટલીક જગ્યાઓ પર આતંકવાદી ષડયંત્રના મામલામાં તલાશી કરી હતી. જો કે, તે જ કડીઓને જોડીને આજે આતંકવાદીઓ સાથે જોડાયેલા હોવાની આશંકા ધરાવતા લોકોના સ્થાનો પર હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

9 ડિસેમ્બરના રોજ મહારાષ્ટ્ર અને કર્ણાટકના અલગ-અલગ વિસ્તારોમાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠનના 15 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવ્યા બાદ સર્ચ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ NIAની ટીમે પુણે, મીરા રોડ, મહારાષ્ટ્રના થાણે અને કર્ણાટકના બેંગલુરુ સહિત 44 અન્ય સ્થળો પર દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો: અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમને ઝેર આપીને મારવાનો પ્રયાસ ! કરાચીની હોસ્પિટલમાં દાખલ

Back to top button